અવસાન:વલસાડ BDCAના સ્થાપક સભ્ય અને પ્રમુખ ચંદ્રકાંતભાઈ દેસાઈનું હાર્ટ એટેક આવતા નિધન

વલસાડ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છાતીમાં દુખાવો થતા ચંદ્રકાંતભાઈનું 88 વર્ષની વયે મૃત્યુ થયું
  • BDCAના સભ્યોમાં શોકની લાગણી છવાઈ

વલસાડ જિલ્લા BDCAના સ્થાપક સભ્ય અને હાલના પ્રમુખ ચંદ્રકાંત દેસાઈનું હાર્ટ એટેક આવતા અવસાન થયું છે. તેઓ BDCA નૂતન કેળવણી મંડળ સહિતની અનેક સંસ્થાઓમાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા હતા. વલસાડ જિલ્લાના સિનિયર વકીલ ચંદ્રકાંતભાઈ ભગવાનજી દેસાઈનું 88 વર્ષે એટેક આવતા અવસાન થયું હતું. જેને લઈને BDCAના હોદ્દેદારો અને સભ્યોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

વલસાડ BDCAના સ્થાક સભ્ય અને 1968થી જિલ્લામાં ચંદ્રકાંતભાઈ ભગવનજી દેસાઈ વકીલ તરીકે સેવા આપી રહ્યા હતા. છેલ્લા 4 વર્ષ ઉપરાંતથી વલસાડ BDCA અને નૂતન કેળવણી મંડળના પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા હતા. વલસાડ રોટરી કલબના માજી પ્રમુખ અને ગવર્નર સુધીની સેવા આપી ચુક્યા હતા. તાજેતરમાં વલસાડ BDCAના સિલેક્ટર કમિટીના પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા હતા.

ચંદ્રકાંતભાઈ દેસાઈને ગત રોજ રાત્રે પેટમાં દુખાવો થતા તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતા. જ્યાં પ્રાથમિક દવા લીધા બાદ ચંદ્રકાન્તભાઈને ઘરે લાવવામાં આવ્યાં હતા. વહેલી સવારે છાતીમાં દુખાવો થતા ચંદ્રકાંતભાઈનું મૃત્યુ થયું હતું. જેની જાણ વલસાડ BDCAના હોદ્દેદારો અને સભ્યોને થતા તેઓમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. ગુરુવારે વલસાડ BDCAમાં અન્ડર 19નો સિલેક્શન કેમ્પ રાખવામાં આવ્યો હતો. ચંદ્રકાંતભાઈનું અવસાન થતાં કેમ્પ એક દિવસ માટે લંબાવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...