વિશ્વ મહિલા દિવસ:વલસાડ 181અભયમ મહિલા ટીમે 583 કેસમાં પીડિત મહિલાઓને ઉગારી લીધી

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2021માં મદદ માટે 2265 કોલ મળ્યા, લગ્નજીવન વિખવાદના 173 કેસમાં સફળ ઉકેલ

8 માર્ચ આંતરરાષ્ટ્રિય મહિલા દિન નિમિત્તે વલસાડ 181 અભયમ મહિલા ટીમની વર્ષ દરમિયાન રેસ્ક્યુ કામગીરી માનવીય સંવેદનાને સ્પર્શે તેવી બની રહી હતી.અભયમ ટીમે જિલ્લામાં અનેક મહિલાઓને વિવિધ સમસ્યાઓમાંથી ઉગારી લીધી હતી.વર્ષ 2021 દરમિયાન વલસાડ જિલ્લામાંથી 2265 સર્વિસ કોલ મળેલ હતાં 583 કિસ્સામાં અભયમ રેસ્કયું ટીમ તાત્કાલીક સ્થળ પર પહોંચી પીડિત મહિલાનો બચાવ અને મદદ પહોચાડવામાં મહિલા અભયમ ટીમે બીડું ઝડપ્યું હતું.

વલસાડ જિલ્લામાં 433 કેસો મા અસરકારક કાઉન્સિલગથી સમાધાન કરી પારિવારિક શાંતિ સ્થાપવામાં આવી હતી. આ ઉપરાંત ઘરેલું હિંસાના લગ્નજીવન ના વિખવાદ 173, ખોવાયેલા- ભૂલા પડેલા 08, માનસિક શારિરીક હેરાનગતિ મા 236, બીનજરૂરી કોલ મેસેજ થી હેરાનગતિ મા 18 અને કામના સ્થળે જાતિય સતામણી ના 03 , આત્મહત્યા ના વિચારોથી મુક્તિ ના 03 કેસો સફળતાપૂર્વક હલ કરવામાં આવ્યા હતાં. આ માટે ગુજરાત ની મહીલાઓ આજે 181 અભયમ મહિલા હેલ્પલાઇન એક સાચી સહેલી બની રહી છે.

6 વર્ષમાં અભયમને 9.76 લાખ કોલ મળ્યા,2 લાખનું રેસ્ક્યુ
રાજ્યમાં વર્ષ 2015 થી 2021દરમિયાન 9,76,000 જેટલા જરૂરિયાતમંદ મહિલાઓ એ સર્વિસ કોલ કર્યાં હતાં જેમા અતિ ગંભીર ઘટનાઓ અને કટોકટી સમયે 2 લાખ જેટલા કિસ્સામાં સ્થળ પર પહોચી રેસક્યું હાથ ધરવામાં આવ્યું હતું. અન્ય કિસ્સામાં જરૂરિયાત મુજબ પારિવારિક સમાધાન અથવા સરકારની અન્ય એજન્સીઓ મા આશ્રય માટે કે આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અભયમ મહિલા હેલ્પલાઇન ખુબ અસરકારક સાબિત થઇ
આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે 181 અભયમ મહિલા હેલ્પલાઇન ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણમાં ખુબ અગત્ય ની સેવા તરીકે સાબિત થઇ છે આ ઇમરજન્સી સેવા થકી કટોકટી ની પળોમાં તાત્કાલીક પ્રતિસાદ આપી મુઝવણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં એક સ્વજન ની જેમ સાથે રહી પિડીત મહીલાઓને મદદ,માર્ગદર્શન અને બચાવ થતો હોઇ ગુજરાત ની મહીલાઓ મા અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત કરેલ છે.24x7કાર્યરત રહેતી 181અભયમ મહિલા હેલપલાઇન ટીમ સમગ્ર દેશ મા એક અભિનવ હેલ્પલાઇન તરીકે પ્રસ્થાપિત થઇ ચૂકી છે. - જશવંત પ્રજાપતિ,ચીફ ઓપરેટિંગ,108 અભયમ

અન્ય સમાચારો પણ છે...