કાઉન્‍સેલિંગ:વલસાડ 181 અભયમે પતિએ છીનવી લીધેલા 3 માસના શીશુને માતાને સોંપ્યું

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પત્નીને ઘરમાંથી કાઢી મૂકી પતિએ બાળક લઇ લીધું હતું

પારડી તાલુકા નજીકના વિસ્‍તારમાં વર્ષ પહેલા પરણેલી યુવતી ઉપર તેના પતિ ખોટી શંકા કરવા ઉપરાંત વ્‍યસની હોવાના કારણે શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. આ બાબતે મહિલાના પિયર પક્ષ મામલો થાળે પાડવા આવ્‍યા હતા, પરંતુ સુલેહ થઇ ન હતી. પીડિત મહિલાને ધક્કો મારી પિયર જતી રહે એવો ઠપકો આપી ઘરમાંથી કાઢી મુકી ધાવતું બાળક પણ પતિએ લઈ લીધું હતું.

આ ઘટનાથી ચિંતાગ્રસ્‍ત માતાએ 181 ને ફોન કરી મદદ માંગી હતી. બાળક માત્ર માતા ઉપર આધારિત છે, જે પતિએ છીનવી લીધું છે, તેમ માતાએ જણાવ્‍યું હતું. 181 ની ટીમ મહિલાને સાથે લઈને તેના સાસરીએ પહોંચી હતી. જ્‍યાં અભયમે બન્ને પક્ષોનું કુશળતાથી કાઉન્‍સેલિંગ કરી ઘરેલું ઝઘડા બાબતે સમાધાન કરી બાળક માતાને સોંપવામાં આવ્‍યું હતું તથા મહિલાને ઘર સંસાર બાબતે નિર્ણય કરવા થોડો સમય આપવામાં આવ્‍યો, જેથી તે પોતાનું દાંપત્‍યજીવન બાબતે યોગ્‍ય નિર્ણય લઈ શકે. આમ માતા બાળકનું સુખદ મિલન કરવામાં આવ્‍યું હોવાનું 181-અભયમના કાઉન્‍સેલર ગાયત્રી રાઠોડે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...