સારવાર:વલસાડ 108 ટીમે શ્રમજિવી મહિલાની ગોડાઉનમાં પ્રસૂતિ કરાવી જીવ બચાવ્યો

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમરસાડી ગોડાઉનમાં​​​​​​​ મહિલા મજૂરી કામ કરી રહી હતી

વલસાડના ઉમરસાડીમાં ગોડાઉનમાં મજૂરી કરતી એક શ્રમજિવી મહિલાને પ્રસૂતિની પીડાનો કોલ વલસાડ108 એમ્બ્યુલન્સ ટીમને મળતા તાત્કાલિક 108 પહોંચી ગઇ હતી.જ્યાં અંતિમ તબક્કાને ધ્યાને રાખતાં ગોડાઉનમાં જ મહિલાની સફળ પ્રસૂતિ કરાવતા તેણીએ બાળકીને જન્મ આપ્યો હતો. એમબ્યુન્સમાં બાળકીને ઓક્સિજન સહિત ટ્રીટમેન્ટ આપી 108ની ટીમે જીવ બચાવી લીધો હતો. વલસાડ તાલુકાના ઉમરસાડી ગામે એક લોખંડના ગોડાઉનમાં કામ કરતી ગર્ભવતી મહિલા આરતી જીવાભાઇ માંગરોલ ઉ.25ને કામ કરતાં દરમિયાન જ પ્રસૂતિની પીડા ઉપડી હતી.

આ અંગે વલસાડ 108 એમ્બ્યુલન્સની ટીમને કોલ મળતાં 108ની ઇએમટી માનસી પટેલ,પાઇલોટ બિપીન પટેલ સ્થળ પહોંચી ગયા હતા.જ્યાં આ ગોડાઉનમાં કામ કરતી મહિલા પેશન્ટનું નિરીક્ષણ કરતાં તેણીને અસહ્ય પીડા થઇ રહી હતી.જેને લઇ સ્થળ ઉપર જ ડિલીવરી કરાવવાનો નિર્ણય કરાયો હતો.

આ પ્રક્રિયા ગોડાઉનમાં જ હાથ ધરાતાં મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો હતો.મહિલાની વધુ સારવાર માટે ડુંગરી સીએચસીમાં દાખલ કરવામાં આવી હતી.આમ વલસાડ 108 એમ્બ્યુલન્સની ટીમે મહિલા અને તેના બાળક બંન્નેને બચાવવાની સફળ કામગીરી પાર પાડી હતી.એમ્બ્યુલન્સમાં મહિલા અને તેના શિશુને લઇ જતી વેળા શિશુને એમબ્યુલન્સમાં જ ઓક્સિજન સહિતની ટ્રીટમેન્ટ મળી જતાં બાળકીનો જીવ બચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...