તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:જિલ્લામાં 2 દિવસ કેન્દ્રો બંધ રહ્યા બાદ આજથી વેક્સિનેશન ફરી શરૂ

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જથ્થો ફાળવી દેવાતા 18 પ્લસ અને 45 પ્લસ માટે રસીકરણ કરાશે

જિલ્લા આરોગ્ય વિભાગને સરકાર મારફત આવતા વેક્સિનેશનનો જથ્થો છેલ્લા બે દિવસથી ઉપલબ્ધ ન થતાં રસીકરણ કેન્દ્રો બંધ રહ્યા હતા. મંગ‌વારે પણ તમામ રસીકેન્દ્રો પર તાળા લાગી ગયા હતા. જો કે સરકારે વિભાગને વેક્સિનનો જથ્થો ફા‌‌‌ળવી દેતાં બુધવાર 30 જૂનથી ફરી વેક્સિનેશનનું અભિયાન આગળ ધપાવાશેે.

જિલ્લામાં 21 જૂનથી 18 પ્લસને સ્પોટ વેક્સિનેશન શરૂ કરાતા યુવા વર્ગના લાભાર્થીઓ રસીકરણ માટે આગળ આવ્યા હતા. આ સાથે 45 પ્લસ અને 60 પ્લસના લાભાર્થીઓ પણ સામેલ થતાં વેક્સિનની માગ વધી ગઇ હતી. બીજી તરફ જિલ્લાના 140 રસીકેન્દ્રો મુજબ 14 હજાર વેક્સિનના જથ્થા સામે 40 ટકા જથ્થો ઓછો રહેતા રસી કેન્દ્રો ઉપર ધસારો વધતો ગયો હતો.દરમિયાન સોમ- મંગળવારે 2 દિવસથી વેક્સિનનો જથ્થો સરકાર ઉપલબ્ધ ન કરાવી શકતાં રસી કેન્દ્રોને તાળા મારવાની નોબત આવી હતી.

વેક્સિન માટે આવેલા કેટલાક લોકોને કેન્દ્રો પરથી પરત થ‌વું પડ્યું હતું.રસીનો જથ્થો નહિ મળવાના પ્રથમ દિવસ સોમવારે રસીના જથ્થા વિના સવારે ખુલ્લા રહેલા રસી કેન્દ્રો ઉપર મોટો ધસારો થતાં લોકોના રોષ અને ગુસ્સાનો સ્ટાફે સામનો કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...