તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક દિવસની બ્રેક:આજે જિલ્લામાં રસીકરણ મોકૂફ, કર્મીઓ મમતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં વેક્સિન માટે એક દિવસની બ્રેક, લાભાર્થીઓએ રાહ જોવાની

જિલ્લામાં બુધવારે મમતા દિવસના કારણે વેક્સિનેશનની કામગીરી પર બ્રેક લગાવી હતી. જેને લઇ વેક્સિન માટે તલપાપડ બની રહેલા લાભાર્થીઓને ફરી એક દિવસની રાહ જોવાનો વારો આવ્યો છે.મમતા દિવસમાં જિલ્લા આરોગ્યના કર્મચારીઓ ઇમ્યુનાઇટેઝનની રૂટિન કામગીરીમાં જોતરાશે.

જિલ્લામાં 140 કેન્દ્રોમાં વોકઇન વેક્સિનેશનનો કાર્યક્રમ 21 જૂન યોગ દિવસથી શરૂ કરવામાં આવ્યો હતો.જેમાં ઓફ લાઇનમાં વેક્સિન મૂકાવવા ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ઓનલાઇન રજિસ્ટ્રેશનવાળા લાભાર્થીઓને તો રસી મળી જાય છે પરંતું વોકઇન વેક્સિનેશનમાં ભીડ થતાં ટોકન સિસ્ટમના આધારે વહેલા તે પહેલાંના ધોરણે ઘણા કેન્દ્રોમાં રસીકરણ હાથ ધરાયું છે. આ સાથે 140 કેન્દ્રોમાંથી 60 કેન્દ્રોમાં જ રસીનો જથ્થો ઉપલબ્ધ થતાં આરોગ્ય વિભાગ કેન્દ્ર સ્થળોની વારાફરતી નક્કી કરીને વેક્સિન કાર્યક્રમ આગળ ધપાવવામાં આવી રહ્યુ હતુ, પરંતુ બુધવારે મમતા દિવસના કારણે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશનની કામગીરી સ્થગિત રાખવી પડી છે. મમતા દિવસે કર્મચારીઓ ગ્રામ્ય વિસ્તારોમાં બહેનોના ઇમ્યુનાઇટિઝેન, પોષણ, આરોગ્ય, સ્વચ્છતા, હિમોગ્લોબિન સહિત તપાસણી આઇસીડીએસ અને આરોગ્ય વિભાગના સંકલનથી કરાશે.

વેક્સિનેશન કેમ્પો માટે પણ જથ્થો ફાળવવો મુશ્કેલ
જિલ્લામાં વેક્સિનેશનનો મૂળ ટાર્ગેટ દૈનિક 14 હજારનો રખાયો હતો. જે માટે સરકાર દ્વારા જે તે જિલ્લાની જેમ વલસાડને જે જથ્થો ઉપલબ્ધ કરાવાઇ રહ્યો છે તેમાં 40 ટકાની ખેંચ પડી રહી છે.જેને લઇ રસીકરણ વધુમાં વધુ થાય તે માટે યોજાતા કેમ્પો માટે પણ વેક્સિનનો જથ્થો ફાળવવો મુશ્કેલ બની રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...