તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમણ વધવા સામે વેક્સિનેશન વધાર્યું:જિલ્લાના 6 તાલુકામાં 45થી વધુ ઉંમરના 9037 લોકોનું વેક્સિનેશન, તમે પણ લાભ લઇ શકો છો

વલસાડ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લાના તમામ PHC, અર્બન હેલ્થ સેન્ટરો, CHC, સરકારી હોસ્પિટલો, સિવિલ, ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં રસી મૂકાશે

જિલ્લામાં આરોગ્ય વિભાગના 363 સબ સેન્ટરો, 51 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો,10 સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને તાલુકાના 7 અર્બન હેલ્થ સેન્ટરો ઉપર 45 થી 59 વર્ષની વય ધરાવતા વ્યક્તિઓને 1 એપ્રિલથી કોવિશીલ્ડ રસીકરણનો પ્રારંભ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયો હતો.જેમાં પ્રથમ દિવસે જિલ્લાના 6 તાલુકામાં કુલ 9037 લોકોને રસી મુકાઇ હતી.

રસીકરણ માટે જિલ્લાના તમામ પીએચસી, સીએચસી, સબ સેન્ટરો, અર્બન હેલ્થ સેન્ટરો ખાતે રસીકરણ કરવાની વ્યવસ્થા કરાઇ હતી. આ ઉપરાંત સ્ટેટ હોસ્પિટલ ધરમપુર, સ્ટેટ હોસ્પિટલ, ચલા, વાપી, વલસાડ સિવિલ હોસ્પિટલ,વલસાડ મ્યુનિસિપલ હોસ્પિટલ સહિતના હોસ્પિટલોમાં રસીકરણની પ્રક્રિયા હાથ ધરાઇ હતી.

ઘરે ગયા બાદ તેને કઇ કાળજી લેવી તેની સમજ અપાશે
લાભાર્થીને વેક્સિન લીધા બાદ કદાચ કોઇ અસર જણાઇ,ચક્કર આવે કેે અસામાન્ય અસર જણાય તો મોબાઇલ નંબર પર આરોગ્ય હેલ્થ સેન્ટર, એમઓને જાણ કરવાની રહેશે.એમઓ ચેક કરી ઇમરજન્સી જણાય તો તેને સારવાર માટે નજીકના સિવિલ હોસ્પિટલમાં રીફર કરવાની વ્યવસ્થા કરશે.

રસીકરણ બાદ પણ કોવિડ-19ના નિયમોનું ચૂસ્ત પાલન કરવાનું રહેશે
કોઇપણ લાભાર્થી કોવિડની રસી લીધાં બાદ તેને બેફિકર રહેવાનું નથી. કોવિડ-19ના નિયમો ફરજિયાત માસ્કનો ઉપયોગ કરવો, સોશ્યિલ ડિસ્ટેન્સિંગ જાળ‌વવું, સેનેટરાઇઝ કરવું, વારંવાર હાથ ધોવા,ભીડભાડથી દૂર રહેવું જેવી બાબતોનું ખાસ ધ્યાન રાખવાનુ રહેશે. આ ઉપરાંત રસી મુકાવનાર વ્યક્તિઓએ રસી મુકાવવાના પહેલા અને પછી વ્યસન કરવું નહીં.

વાપીમાં પ્રથમ દિવસે 3 હજાર
વાપી શહેરમાં 45 વર્ષ કરતાં વધુ ઉમંરનાને વેક્સિન આપવાનો ગુરૂવારથી પ્રારંભ કરાયો હતો. વાપી ટાઉન અર્બન હેલ્થ સેન્ટર,ગીતાનગર, સુલપડ,ડુંગરા,આસોપાલવ સોસાયટી,વાપી કોર્ટ, સુપ્રિમ ઇન્ડસ્ટ્રીઝ, આરતી ઇન્ડ્રીઝ,શાહ પેપરમિલ, સરના કેમિકલ, ધોડિયાવાડ આંગણવાડી, ચલા પાલિકા ઝોન કચેરી, મેરિલ મળી આ તમામ સ્થળો પર કુલ 3 હજાર લોકોને વેક્સિન આપવામાં આવી હતી. વેક્સિન બાદ આડઅસરની કોઇ ફરિયાદ આવી ન હતી.

13 સ્થળોએ લોકોને વેક્સિન અપાશે
શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 13 સ્થળોએ વેક્સિનેશનની ડ્રાઇવ રાખવામાં આવી છે. જેમાં વીઆઇએ હોલ, વાપી ટાઉન અર્બન હેલ્થ સેન્ટર,ગીતાનગર, સુલપડ,ડુંગરા, ચલા પાલિકા ઝોન કચેરી, આંગણવાડી કેન્દ્ર કોળીવાડ, હરિયાપાર્ક, એન.આર.અગ્રવાલ,વાપી બસ ડેપો, મહાવીર નગર,જય કેમિકલ મળી કુલ 13 સ્થળોએ વેક્સિન અપાશે.

રસીકરણ માટેની પ્રક્રિયા માટે આટલું કરાશે
{લાભાર્થીએ રસીકરણ માટે ખાલી પેટે જવું નહિ,કંઇક ખાઇને રસીકરણ કેન્દ્ર પર જવાનું રહેશે {લાભાર્થીનું રજીસ્ટ્રેશન કરાશે {લાભાર્થીએ આધારકાર્ડ,ચૂંટણીકાર્ડ આઇડીપ્રુફ રજૂ કરવાનું રહેશે {મોબાઇલ નંબર આપવો પડશે,ગ્રામ્યમાં મોબાઇલ ન હોય તો લાભાર્થીના વિસ્તારના આશાવર્કરના નંબરની નોંધ થશે {આ પ્રક્રિયા બાદ લાભાર્થીના ટેમ્પરેચરની ચકાસણી કરાશે {રસીકરણના રૂમમાં ખુરશી પર બેસાડી રસી મૂકવામાં આવશે {રસી લીધા બાદ નજીકના ઓબ્ઝર્વેશન રૂમમાં લઇ જવામાં આવશે { ઓબ્ઝર્વેશન રૂમમાં 30 મિનિટ તેને બેસાડશે {મેડિકલ ઓફિસર તેને સમજ આપશે {ત્યારબાદ તેને ઘરે જવા રજા અપાશે {બીજા ડોઝ માટે મોબાઇલ ઉપર આરોગ્ય વિભાગ દ્વારા મેસેજ મોકલાશે તેની જાણકારી અપાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો