સંઘપ્રદેશમાં રસીકરણ:દમણ અને દાદરા નગર હવેલીમાં 15 થી 18 વર્ષના કિશોરને રસી આપવાનો પ્રારંભ, ત્રણ દિવસમાં તમામને રસી આપવાનો લક્ષ્યાંક

વલસાડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 જેટલી સરકારી અને અર્ધ સરકારી શાળાઓમાં રસીકરણ શરૂ કરાયું
  • આજે 3600 વિદ્યાર્થીઓને રસી આપવાનું આયોજન

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં અભ્યાસ કરતા 15થી 18 વર્ષના બાળકોનું રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના રસીકરણ માટે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સંઘ પ્રદેશમાં ઓફ લાઈન શાળાઓ શરૂ થતાં વાલીઓની ચિંતા વધી હતી. રસીકરણ શરૂ થતાં વાલીઓને ઘણી રાહત મળી હતી.

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણમાં સોમવારનાં રોજથી પ્રદેશની વિવિધ સરકારી સ્કૂલોમાં અને કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું રસીકરણ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા સોમવારનાં રોજથી પ્રદેશના વિવિધ વિસ્તારોમાં આવેલ 10 જેટલી સરકારી અને અર્ધસરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતાં 15 થી 18 વર્ષની વયનાં વિદ્યાર્થીઓને કોવિડની રસી આપવાની શરૂઆત કરી છે. ચાલી રહેલી કોરોનાની મહામારી અને નવા ઓમિક્રોનના આવેલા વેરિયેન્ટ વચ્ચે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ આ સંક્રમણથી બચી શકે અને એમની અંદર રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય એવા આશયથી દેશભરની સાથે સંઘ પ્રદેશોમાં રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.

દમણમાં આગામી 3 દિવસથી અંદર તમામ રસીકરણના લાયક વિદ્યાર્થીઓને રસી આપવાનો લક્ષ્ય પૂર્ણ કરવાનું નિર્ધારીત કર્યું છે. ત્યારે આજરોજ 3600 જેટલા વિદ્યાર્થીઓનું રસીકરણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...