વલસાડ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ગ્રાન્ટ ફાળવવા મુદ્દે હોબાળો થયો હતો. જેમાં તાલુકા પંચાયતના સભ્યોમાં નારાજગી જોવા મળી હતી. ત્યારે આ મુદ્દે તાલુકા પંચાયતના સભ્યોએ પોતાની રજૂઆત કરતા જણાવ્યું હતું કે, વલસાડ તાલુકા પંચાયતમાં પંદરમાં નાણાંપાંચના આયોજન માટેની મીટીંગ રાખવામાં આવી હતી. જેમાં સભ્યોને સરખા ભાગે ગ્રાન્ટ મળવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી હતી. પરંતુ ગ્રાન્ટના આયોજન પેહલા જ હોબાળો થયો હતો. જેને લઇને વલસાડ તાલુકા પંચાયત ના 32 જેટલા સભ્યો એ મિટિંગ માં વાંધો ઉઠાવ્યો હતો. જેમાં સામન્ય સભા ગરમાઈ હતી.
આ વિરોધના વંટોળ વચ્ચે એવી પણ વાત ઉઠવા પામી હતી કે, સામન્ય સભામાં મહિલા સભ્યોના પતિને હાજર નહિ રખવા માટેની ચર્ચાઓથી વાતાવરણ વધુ તંગ બનવા પામ્યું હતું. પરંતુ આ સામાન્ય સભામાં ધારાસભ્ય ભરતભાઈ પટેલ એ દરમિયાનગીરી કરી મામલો થાળે પાડયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.