તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાઉતેનો તરખાટ:જિલ્લામાં ઉનાળે અષાઢી માહોલ, ઉમરગામમાં 6 ઇંચ વરસાદ, આજે પણ વાવાઝોડાની અસર રહેશે

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વલસાડ તિથલ બીચ - Divya Bhaskar
વલસાડ તિથલ બીચ
  • 50 કિમીની ઝડપે પવન ફુંકાતા તિથલ દરિયા કિનારે સ્ટોલના તંબુ ઉડ્યા, સમુદ્રમાં ભરતીનું કરન્ટ -કોવિડ હોસ્પિટલોમાં તપાસ

તાઉતેની દિવસભર દહેશત વચ્ચે ભારે પવન સાથે વલસાડ જિલ્લામાં બપોર બાદ વરસાદ ઝિંકાયો હતો.જેમાં ઉમરગામ તાલુકામાં ભારે વરસાદ થતાં પાણી પાણી થઇ ગયા હતા.જ્યારે અન્ય તાલુકાઓમાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો હતો.વલસાડમાં 1.5 ઇંચ,પારડીમાંં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો.જેને લઇ ગામો અને શહેરો નગરોમાં પાણીના દશ્યો જોવા મળ્યા હતા. અરબી સમુદ્દમાં ઉઠેલા તાઉતે વાવાઝોડાથી વલસાડ જિલ્લાના 84 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા.

ધરમપુર
ધરમપુર

જિલ્લા કલેકટર આર.આર.રાવલે 125 શેલ્ટર હોમમાં વ્યવસ્થા કરાવી ભારે તોફાનની સંભવિતતા વચ્ચે સોમવારે કિનારાના ગામોના લોકોને સ્થળાંતર કરાવવા સૂચના આપી હતી.બીજી તરફ જિલ્લામાં ખાસ કરીને બપોરથી વરસાદ શરૂ થઇ ગયો હતો.કાંઠાના ગામોમાં 50 કિમીની ઝડપથી પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો હતો.જેમાં ઉમરગામ તાલુકામાં 80 મિમિ એટલે કે 6 ઇંચથી વધુ વરસાદ ઝિંકાતા ઠેર ઠેર પાણી પાણી થઇ ગયા હતા.દરિયામાં પણ ભરતીનું પ્રમાણ વધી ગયું હતું.

દમણ
દમણ
ક્યા કેટલો વરસાદ
તાલુકોઉમરગામકપરાડાકપરાડાધરમપુરપારડીવલસાડવાપી
વરસાદ મિમિ15255526337

કોસંબા દિવાદાંડીમાં 150નું સ્થળાંતર
જિલ્લા કલેકટરની ટીમ અને પોલીસ ટીમે આવીને દિવાદાંડી વિસ્તારના 150 વ્યક્તિઓનું સ્થળાંતર કરવા સમજ અપાઇ હતી.તેમના માટે શેલ્ટરહોમની વ્યવસ્થા કરાઇ હતી,પરંતું તેઓ પોતાના સગાસબંધીઓને ત્યાં જતા રહ્યા હતા. - સ્વીટી ધર્મેશ પટેલ,સરપંચ,કોસંબા

ક્યાં કેટલા લોકોનું સ્થળાંતર

તાલુકોગામોસ્થળાંતરઆશ્રય સ્થાન
વલસાડ20106726
પારડી65613
ઉમરગામ1178952
કુલ37241781

કોવિડ હોસ્પિટલોમાં ચેકિંગ
કલેકટર આર.આર.રાવલે જિલ્લાની કોવિડ હોસ્પિટલોમાં પહોંચી સ્થિતિનો તાગ લીધો હતો.તેમણે પાવર સપ્લાયની ચકાસણી કરી હતી.વીજ પુરવઠો ખોરવાય તો વૈકલ્પિક વ્યવસ્થા ચકાસી જનરેટરોથી વીજ સપ્લાય યથાવત રહે તે જોવા સુનિશ્ચિત કર્યું હતું.આ ઉપરાંત દર્દીઓ માટે ઓક્સિજનનો પુરવઠો બે દિવસનો સ્ટોક બેલેન્સમાં રાખવામાં આવ્યો છે.જેની ચકાસણી કરી કોવિડના દર્દીઓ અને સારવાર આપતી હોસ્પિટલોની મૂલાકાત લઇ તબીબો સાથે પરામર્શ કર્યો હતો.

​​​​​​​જાનમાલને નુકસાન ન થાય તે માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરાઇ છે
તાઉતે વાવાઝાડાથી જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોમાં જાનમાલને નુકસાન ન થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. 2417 લોકોનું સલામત સ્થળાંતર કરાયું છે.હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓને લઇ ઓક્સિજન અને વીજપુરવઠાની વૈકલ્પિક વ્યવસ્થાની ચકાસણી કરાઇ છે.અત્યાર સુધી સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને જિલ્લામાં નિગરાની રખાઈ રહી છે. - આર.આર.રાવલ,કલેકટર

​​​​​​​ઉમરગામ સમુદ્ર કિનારે વસ્તા 789 લોકોનું સ્થળાંતર
સોમવારે તાઉતે ચક્રવાત ને લઈ ઉમરગામ તાલુકાના સમુદ્ર કિનારે વસેલા કાચા ઘર ધરાવતા 500 પરિવારો ને સલામત સ્થળે ખસેડવમાં આવ્યા છે.તાલુકાના દહેરી,ગોવાડા,ઉમરગામ,નારગોલ, સરોન્ડા,તડગામ,મરોલી, કલગામ,ફણસા અને કાલઈ અરબી સમુદ્ર ના કિનારે વસેલા ગામો છે.સ17મી મેં ના રોજ સમુદ્ર કિનારે કાચા મકાન માં વસ્તા તથા અન્ય જોખમ સ્થળે વસેલા 789 લોકો ને ગામો માં આવેલી પ્રાથમિક શાળા,હાઈસ્કૂલ, કોમ્યુનિટી હોલ માં સલામત રીતે ખસેડી લેવામાં આવ્યા હતા.જ્યાં તોઉતે ચક્રવાત અંગે જરૂરી જાણકારી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...