ધરતીપુત્રો ચિંતિત બન્યા:વાપી, ઉમરગામ અને દમણમાં કમોસમી વરસાદ વરસ્યો, રવીપાક અને કેરીના પાકને નુકસાન થવાની ભીતિ

વલસાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય હવામાન વિભાગની આગાહીને લઈને 6 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી હતી. જેને લઈને આજે વલસાડ જિલ્લાના વાપી,અને ઉમરગામ વિસ્તારમાં અને દમણમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લા કલેક્ટર અને ખેતીવાડી વિભાગે ખેડૂતોને વરસાદની આગાહીને લઈને જાગૃત કર્યા હતા. જેને લઈને તૈયાર રવિ પાક ખેડૂતોએ ઉતારી લીધો હતો. ઘણા ખેડૂતોનો રવીપાક તૈયાર થવાનો બાકી હોવાથી તે પાક ખેતરમાં લહેરાતો રહ્યો હતો. સાથે આંબાવાડીઓમાં કેરીનો તૈયાર થતા પાકને ભારે નુકસાની પહોંચવાની ભીતિ રહે છે. જેને લઈને વાપી, દમણ અને ઉમરગામના ખેડૂતો કમોસમી વરસાદને લઈને ચિંતામાં મુકાઈ ગયા હતા.

રાજ્ય હવામાન વિભાગની આગાહીને લઈને રાજ્યમાં 6 માર્ચ સુધીમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી હતી. જેને લઈને વલસાડ જિલ્લા કલેક્ટર અને ખેડીવાડી વિભાગ દ્વારા વલસાડ જિલ્લાના ખેડૂતોને સમયસર હવામાન વિભાગની આગાહીને લઈને જાગૃત કરવામાં આવ્યા હતા. ખેડૂતોને તૈયાર રવીપાક કાપણી કરી સુરક્ષિત રાખવા અંગે સમયસર જાગૃત કરવામાં આવ્યા હતા. આજે અચાનક વાપી અને ઉમરગામ વિસ્તારમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતાનો વિષય બન્યો હતો. વલસાડ જિલ્લામાં વાપી અને ઉમરગામ અને દમણ વિસ્તારના અંતરિયાળ વિસ્તારમાં આંબાવાડી અને રવિ પાક ઉપર નભતા ખેડૂતોમાં ભારે ચિંતા વધી હતી. આંબાવાડીમાં ફ્લાવરિંગ ખરી જવાની ભીતિ સતાવી રહી છે. ચાલુ વર્ષે વધારે ફ્લાવરિંગ દેખાઈ રહ્યું છે. કમોસમી વરસાદમાં તમામ ફ્લાવરિંગ ખરી જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...