આફત નોંતરતો ફાગણ:હોળી પ્રગટવા પહેલા જ જિલ્લામાં કમોસમી વરસાદ

વલસાડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાજવીજ સાથે હવામાનમાં પલટો, કેરીનો પાકમાં જીવાત અને મોર કાળા પડવાની ભીતિથી ખેડૂતો ચિંતિત બન્યા

વલસાડ સહિત જિલ્લામાં સોમવારે હોળીના પર્વે જ હવામાનમાં પલટો આવ્યો હતો.સવારથી જ કમોસમી વરસાદની ભીતિ વાદળિયું વાતાવરણ રહ્યા બાદ બપોરના સુમારે ગાજવીજ શરૂ થઇ ગયું હતું.દરમિયાન જિલ્લામાં રીમઝીમ વરસાદ થતાં ચોમાસાનો માહોલ સર્જાઇ ગયો હતો.કપરાડા તાલુકામાં સૌથી વધુ 7 મિમિ વરસાદ થયો હતો,જ્યારે વાપી શહેર સહિત તાલુકામાં 5 મિમિ અને ઉમરગામ તાલુકામાં 3 મિમિ વરસાદ નોંધાયો હતો.

વલસાડ જિલ્લામાં હાલમાં કેરીનો પાક ચરમસીમાએ છે અને આંબાવાડીઓમાં 37 હજાર હેકટરમાં મોર લહેરાય રહ્યા છે અને શાકભાજી ટામેટા,વેંગણની ખેતી થઇ રહી છે.જ્યારે બીજી તરફ સોમવારે હોળીકા દહનનો પર્વની ઉજવણીનો ઉત્સાહ પણ ચરમસીમાએ હતો ત્યારે જ અચાનક હવામાનમાં ભારે પલટો આવ્યો હતો.

જિલ્લામાં સોમવારે સવારથી જ આકાશમાં વાદળો છવાઇ ગયાહતા.વરસાદની ભીતિ વચ્ચે વિજળીના કડાકા અને વાદળોની ઘરેરાટી શરૂ થઇ જતાં ચિંતા ફેલાઇ ગઇ હતી. છેવટે બપોર દરમિયાન માવઠું શરૂ થઇ ગયું હતું. ઉમરગામમાં 3 મિમિ,કપરાડા તાલુકામાં 7 મિમિ અને વાપી તાલુકામાં 5 મિમિ જેટલા કમોસમીવરસાદને લઇ ચોમાસાનો માહોલ છવાઇ ગયો હતો. ધરમપુર, પારડી, વલસાડ તાલુકામાં વરસાદી રિમઝિમ શરૂ થઇ ગઇ જતાં રસ્તાઓ ભીના થઇ ગયા હતા.આ સાથે હોળી દહનની તૈયારી કરી રહેલા ભક્તોમાં દોડધામ શરૂ થઇ ગઇ હતી.

માવઠાથી કેરી સહિત અન્ય પાકોને નુકસાન, વાપી હાઇવેની બાજુમાં આવેલી દુકાનોમાં પાણી ભરાયા

વાપી બલીઠાની દુકાનોમાં પાણી ભરાયા
બલીઠા હાઇવે માર્ગ પર વરસાદી પાણી નિકાલનાં અભાવે ભરાઇ જતાં હાઇવે વિભાગની પોલ ખુલ્લી પડી ગઇ હતી.તેમજ તેનાં કારણે હાઇવે સર્વિસ માર્ગની નીચે આવેલી દુકાનો સુધી વરસાદી પાણી ફરી વળ્યા હતાં.જોકે વઘુ વરસાદ પડતાં દુકાનમાં વરસાદી પાણી ફરી વળ્યાં હોત માટે હાઇવે દ્રારા પાણીનાં નિકાલની વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે.

એક્સપોર્ટ થતી માછલી-બૂમલાને નુકસાની

ઉમરગામ તાલુકામાં સોમવારે બપોરે કમોસમી વરસાદથી તાલુકાના કાંઠા વિસ્તાર સહિત ઉપરવાસના તમામ ગામોમાં કેરીના પાકને ભારે નુકસાન થયું હતું સાથે કાંઠા વિસ્તાર નારગોલ, મરોલી તેમજ ઉમરગામના માછીમારોએ સુકવવા નાંખેલી માછલીઓ (બુમમલા) વરસાદની ચપેટમાં આવતા માછીમારોને મોટું નુકસાન થયું છે.

હોળીના મેળામાં ભારે પવનથી સ્ટોલ ઉખડ્યા

ધરમપુર તાલુકામાં સોમવારે પવન સાથે માવઠાથી અંતરીયાળ ધામણી ગામે હાટબજારમાં હંગામી સ્ટોલના પ્લાસ્ટિક ઉડી જતા માલસામાન ભીંજાયો હોવાનું દીક્ષિત તથા આનંદભાઈ વાધારીએ જણાવ્યું હતું. મોટી કોરવળના રઘુભાઈના જણાવ્યા મુજબ મોટી કોરવળમાં બે તથા નાની કોરવળમાં એક મકાનના પતરા, નળિયાને પવન ફૂંકાતા નુકસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...