વલસાડ જિલ્લામાં 5 અને 6 માર્ચના રોજ સંભવિત કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેને લઈને રવિ પાકોમાં નુકશાની ન થાય તે માટે તકેદારી રાખવા માટે વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારીએ સૂચનાઓ આપી છે. જેમાં ખેડૂતોને રવિ પાક તેમજ બાગાયતી તૈયાર પાકો માટે તકેદારી રાખવા અંગે આહવાન કર્યું છે.
હવામાન વિભાગ દ્વારા રાજયના કેટલાક વિસ્તારોમાં આગામી તા.1લી માર્ચ 2023 થી તા.6ઠ્ઠી માર્ચ 2023 દરમ્યાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અન્વયે તા.05 માર્ચ અને તા.06 માર્ચ દરમ્યાન વલસાડ જિલ્લામાં સંભવિત કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ જિલ્લાના ખેડૂતોએ કૃષિ અને બાગાયતી પેદાશોને સંભવિત નુક્શાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે ખેત ઉત્પાદિત પાકો, ખેતરમાં કાપણી કરેલો પાક ખુલ્લામાં હોય તો તેને સલામત સ્થળે ખસેડવા કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટીકના કાગળ કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા, ખેતરમાં જરૂરી માપસર પિયત આપવુ, જંતુનાશક દવા અને નિંદામણનાશક દવાનો કે રાસાયણીક ખાતરોનો ઉપયોગ આ સમયગાળા માટે ન કરવો, શાકભાજી પાકો, કઠોળ અને આંબાવાડીમાં રોગ-જીવાતનો ઉપદ્રવ ન વધે તેના નિયંત્રણ માટે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંભેટી, કપરાડા અને નવસારી કૃષિ યુનિવર્સીટી, નવસારી દ્વારા જણાવેલા પગલા લેવા વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારી અને વલસાડ જિલ્લા નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.