તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી માહોલ:દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ચોર્યાસી અને ઉમરગામમાં 5-5 ઈંચ

વલસાડ,બારડોલી,વ્યારા, નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નવસારીમાં સાડા ત્રણ ઈંચ અને તાપી જિલ્લામાં હળવા ઝાપટાં

દક્ષિણ ગુજરાતમાં 17 જૂને વિધિવત ચોમાસું બેસતાં વરસાદી માહોલ જામ્યો છે. સુરત જિલ્લામાં શુક્રવારે માંડવી તાલુકા સિવાય સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ 5 ઇંચ વરસાદ ચોર્યાસી તાલુકામાં નોંધાયો છે. બારડોલીમાં 17 મિમી, ચોર્યાસી 124 મિમી, કામરેજ 41 મિમી,મહુવા 13 મિમી,માંડવી 0 ,માંગરોળ 16 મિમી,ઓલપાડ 95 મિમી,પલસાણા 27 મિમી, તો ઉમરપાડા તાલુકામાં 40 મિમી વરસાદ નોંધાયો છે.તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં 4 મિમી, વાલોડમાં 13 મિમી, ડોલવણમાં 13 મિમી જ્યારે સોનગઢ, ઉચ્છલ, કુકરમુંડા અને નિઝર ચાર તાલુકાઓ કોરાકટ રહ્યા હતા.

વલસાડ જિલ્લાના ઉમરગામ અને વલસાડ તાલુકામાં મેઘરાજાનો આક્રમક મિજાજ જોવા મળ્યો છે. ગુરૂવારે સાંજે 6 થી શુક્રવારે સાંજે 4 વાગ્યા સુધીના 22 કલાકમાં ઉમરગામ તાલુકામાં 5 ઇંચ, વલસાડમાં 3.5 ઈંચ ,પારડી 4 ઈંચ અને વાપીમાં 3 ઇંચ વર્ષા થઇ હતી. ઉમરગામ તાલુકાના નારગોલ ગામમાં આંગણવાડીની છત ધડાકાભેર તૂટી પડી હતી. આ સિવાય નવસારી જિલ્લામાં શુક્રવારે સાંજે પૂરા થતા 24 કલાકમાં નવસારીમાં 93 મિમી, જલાલપોરમાં 93 મિમી, ખેરગામમાં 58 મિમી, ગણદેવીમાં 80 મિમી, ચીખલીમાં 35 મિમી અને વાંસદામાં 13 મિમી વરસાદ પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...