આત્મહત્યાનો પ્રયાસ:વલસાડના તીથલ બીચ ઉપર અજાણ્યા વૃદ્ધે આત્મહત્યાનો પ્રયાસ કર્યો, GRD જવાનોએ જીવ બચાવ્યો

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડનો તિથલ બીચ સહેલાણીઓ માટે ફરવા માટે પ્રથમ પસંદગી રહે છે. આજ રોજ તિથલ બીચ ઉપર સહેલગાહ માણી રહેલા સહેલાણીઓ પૈકી એક 60 વર્ષીય વૃદ્ધે તિથલ બીચ ખાતે દરિયામાં જમ્પલવી મોતની છલાંગ લગાવી હતી. અન્ય સહેલાણીઓએ વૃદ્ધને દરિયામાં દુબતા જોઈને વૃદ્ધને બચાવવા માટે બુમાબુમ કરી હતી. સ્થાનિક લારી સંચાલકો અને પેટ્રોલિંગ કરતા GRD જવાનોએ તાત્કાલિક દરિયામાં લાઈફ સેવ કીટ સાથે જંપલાવી ડૂબી રહેલા અજાણ્યા વૃદ્ધને બચવા કામગીરી હાથ ધરી હતી. 108ની ટીમની મદદ વડે અજાણ્યા વૃદ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

વલસાડ જિલ્લાના સુપ્રસિદ્ધિ તિથલ બીચ ઉપર આજરોજ બપોરના અરસામાં તિથલ બીચની સાહેલગાહ માણવા આવેલા 60 વર્ષીય અજાણ્યા વૃદ્ધે દરિયામાં મોતની છલાંગ લગાવી હતી. બીચ ઉપર સાહેલગાહ માણી રહેલા સહેલાણીઓએ દરિયામાં ડૂબી રહેલા વૃદ્ધને જોઈને બુમાબૂમ કરી હતી. સહેલાણીઓ બુમાબુમ સાંભળીને તિથલ બીચ ઉપર ના લારી સંચાલકો મદદે દોડી આવ્યા હતા. સાથે તિથલ બીચ ઉપર પેટ્રોલિંગ કરી રહેલા GRD જવાનોએ સેવ લાઈફ કીટ સાથે દરિયામાં ડૂબી રહેલા વૃદ્ધની બચાવ કામગીરી હાથ ધરી હતી. તાત્કાલિક સ્થાનિક લોકોએ 108ની ટીમની મદદ મેળવી લેવામાં આવી હતી. સ્થાનિક લારી સંચાલકો અને GRD જવાન વૃદ્ધને દરિયામાંથી ડૂબતા બચાવી વૃધ્ધને 108 મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. વૃધ્ધએ ક્યાં કારણ સર આત્મહત્યા કરવાની કોશિશ કરી એનું કારણ હજુ સુધી અકબંધ છે. વલસાડ સિટી પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં સિટી પોલીસે નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...