તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વલસાડમાં રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારીને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક ફરાર, યુવકનુ ઘટના સ્થળે મોત

વલસાડ19 દિવસ પહેલા
 • 108 પહોંચે તે પહેલાં જ યુવકનું થયું મોત
 • પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

વલસાડની ધરમપુર ચોકડી ઓવર બ્રિજ પાસે રસ્તો ક્રોસ કરતા રાહદારીને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા રાહદારીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ સ્થાનિક લોકો અને વાહન ચાલકોએ 108 અને પોલીસને કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી વધું તપાસ હાથ ધરી છે.

રાહદારીને ટક્કર મારી વાહન ચાલક ફરાર
રાજ્યમાં દિવસે દિનસે અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. જેમ વાહનો વધી રહ્યા છે, તેમ અકસ્માતો પણ વધી રહ્યાં છે. વલસાડની ધરમપુર ચોકડી પાસે રસ્તો ક્રોસ કરી રહેલા યુવકને અજાણ્યા વાહને ટક્કર મારતાં યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે વાહન ચાલક ફરાર થઇ ગયો છે.

108 પહોંચે તે પહેલાં જ યુવકનું મોત
ધરમપુર ચોકડી પાસે ઓવર બ્રિજ ઉતરતા રસ્તો ક્રોસ કરી રહેલા ધરમપુર તાલુકાના ભાંભા ગામના યુવક મુકેશભાઈ ચંદુભાઈ પટેલને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધો હતો. સ્થાનિક લોકો અને હાઇવે ઉપર પસાર થઈ રહેલા વાહન ચાલકોને અકસ્માતની જાણ તાત્કાલિક 108 અને સીટી પોલીસને કરી હતી. જોકે, 108 પહોંચે તે પહેલાં જ યુવકનું મોત થયું હતું. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો