મોતની છલાંગ:વલસાડ પાર નદીના બ્રિજ પરથી ભગોદના બેરોજગાર યુવકે બેરોજગરીથી કંટાળી પડતુ મૂકી જીવન ટૂંકાવ્યું

વલસાડ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગઈ કાલે સાંજ સુધી યુવક ઘરે પરત ન ફરતા પરિવારના સભ્યોએ શોધખોળ હાથ ધરી હતી
  • ચંદ્રપુરના તરવૈયાઓએ પાર નદીમાંથી લાશ કાઠી

વલસાડ તાલુકાના ભગોદ ગામના આંબલિયા ફળિયામાં રહેતા 35 વર્ષીય બેરોજગાર યુવકે બેરોજગરીથી કંટાળી પાર નદીના નવા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હતી. યુવક ગુરૂવારે સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવારના સભ્યોએ શોધખોળ હાથ ધરી હતી. શુક્રવારે પાર નદીમાં યુવકની લાશ દેખાતા ચંદ્રપુરના તરવૈયાઓની મદદ મેળવીને લાશને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.

વલસાડ તાલુકાના ભગોદ ગામના આંબલિયા ફળિયામાં રહેતો 35 વર્ષીય મયુર વિજયભાઈ કોયા બેરોજગરીથી કંટાળી ગયો હતો. જેને લઈને ગુરુવારે સવારે રોજગારી શોધવા જાવ છું કહી ઘરેથી નીકળ્યા બાદ સાંજે ઘરે પરત ન ફરતા મયુરના પરિવારના સભ્યો ચિંતામાં મુકાઈ ગયા હતા. યુવકની શોધખોળ હાથ ધરી હતી. તેમજ ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસની ટીમને કરવામાં આવી હતી. વલસાડ રૂરલ પોલીસની ટીમે નોંધ કરી તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન પાર નદીના નવા બ્રિજ પાસે કોઈકની લાશ જોવા મળી હોવાની જાણ રૂરલ પોલીસની ટીમને થઈ હતી. રૂરલ પોલીસે ચંદ્રપુરના તરવૈયાઓની મદદ મેળવીને લાશને બહાર કાઢવામાં આવી હતી. મયુરના પરિવારના સભ્યોએ મયુરની લાશને ઓળખી બતાવી હતી. વલસાડ રૂરલ પોલીસે યુવકની લાશનો કબ્જો મેળવી લાશનું PM કરાવી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...