ચૂંટણીલક્ષી કામગીરી:વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીના નેજા હેઠળ વહીવટીતંત્ર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી શરૂ કરાઇ

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આગામી સમયમાં વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી- 2022 યોજાનાર છે. વલસાડ જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટર વલસાડ ક્ષિપ્રા આગ્રેના નેજા હેઠળ જિલ્લા વહીવટીતંત્રે તૈયારીઓ આરંભી દીધી છે. વિધાનસભા સામાન્‍ય ચૂંટણી- 2022 અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શનમાં આજરોજ જિલ્‍લાની તમામ વિધાનસભા મતદારના બૂથ લેવલ ઓફિસરોની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ અન્‍વયે આજે જિલ્‍લા ચૂંટણી અધિકારીએ 179 - વલસાડના BLOની મોરારજી દેસાઇ ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવેલી તાલીમમાં વિશેષ ઉપસ્‍થિત રહી BLOને જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, જિલ્‍લા ચૂંટણી અધિકારીએ વિધાનસભા સામાન્‍ય ચૂંટણી અંતર્ગત ચૂંટણીની વિવિધ કામગીરી માટે જુદા જુદા નોડલ અધિકારીઓની નિમણૂંક કરી છે. જે અનુસાર તાલીમ નોડલ ઓફિસર અને જિલ્લા રોજગાર અધિકારી પારૂલ પટેલના માર્ગદર્શનમાં આજ તા. 30મી સપ્‍ટેમ્‍બર, 2022ના રોજ જિલ્‍લામાં સમાવિષ્‍ટ વિધાનસભા 178- ધરમપુર(અ. જ. જા.) - નગરપાલિકા હોલ, 179- વલસાડ- મોરારજી દેસાઇ હોલ, 180 - પારડી- મોરારજી દેસાઇ હોલ 181 - કપરાડા(અ. જ. જા.)- કોમ્‍યુનિટી હોલ ભોયાપાડા અને 182 - ઉમરગામ(અ. જ. જા.)- લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ ખાતે મતવિસ્‍તારના બૂથ લેવલ ઓફિસરોને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં વલસાડ ખાતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહ, અને જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્‍તારોમાં સંબધિત ચૂંટણી અધિકારીઓ તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને BLO હાજર રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...