ગેરકાયદેસર:વલસાડથી ધરમપુર તરફ જતી ઇકોમાંથી બિલ વગરનો અનાજનો જથ્થો ઝડપાયો, પોલીસે દુકાન સંચાલકની અટકાયત કરી

વલસાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે કચીગામ પાસેથી વલસાડથી ધરમપુર તરફ જતી એક કારને અટકાવી ચેક કરતા કારમાંથી અનાજનો જથ્થો મળ્યો હતો. 6 ગુણમાં 178 કિલો ઘઉંનો જથ્થો અને 13 ગુણમાં 656 કિલો ચોખાનો જથ્થો કારમાંથી બિલ વગર મળી આવ્યો હતો. વલસાડ રૂરલ પોલીસની ટીમે કાર ચાલક પાસેથી અનાજના જથ્થાના બિલ માંગતા બિલ રજૂકારીશક્યા ન હતા. જેથી વલસાડ રૂરલ પોલીસની ટીમે અનાજનો જથ્થો અને કાર કબ્જે કરી કાર ચાલકની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ રૂલર પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન મળેલી બાતમીના આધારે, ધરમપુર તરફ જતી એક કાર નંબર GJ 21 BC 5341 માં બિલ વગર અનાજનો જથ્થો લઈ જઈ રહ્યો હોવાની, તેમજ અનાજનો જથ્થો કંટ્રોલની દુકાનમાંથી ખરીદી કર્યો હોવાની આંશકાની બાતમી રૂલર પોલીસને મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ રૂલર પોલીસની ટીમે કચી ગામ પાસે વલસાડ ધરમપુર રોડ ઉપર બાતમી વાળી કારની વોચ ગોઠવી હતી જે દરમિયાન, બાતમી વાળી કાર આવતા કારને અટકાવી ચેક કરતા કારમાંથી 178 કિલ્લો ઘઉંનો જથ્થો અને 556 કિલ્લો ચોખાનો જથ્થો મળી આવ્યો હતો.

રૂલર પોલીસની ટીમે કારચાલક કૈલાશચંદ સોહનલાલ કુમાવતની પ્રાથમિક પૂછપરછ કરતા વલસાડ, પારડી, ધરમપુર, અને કચી ગામ ખાતે આવેલી અલગ અલગ દુકાનોમાંથી અનાજનો જથ્થો ખરીદી ખેર ગામના વડપાડા ખાતે આવેલી પોતાની કરિયાણાની દુકાનમાં અનાજનો જથ્થો વેચવા લઈ જતો હોવાનું જણાવ્યું હતું. વલસાડ રૂલર પોલીસે કાર ચાલક પાસેથી અનાજના જથ્થાના બિલ ની માંગણી કરી હતી. કારચાલકે બિલ ન હોવાનું જણાવતા રૂલર પોલીસે 41(1)ડી મુજબ અનાજનો જથ્થો અને કાર ડીટેઇન કરી કાર ચાલકની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...