તાલીમ:વલસાડમાં બીડીસીએનો અમ્પાયર્સ સેમિનાર મળશે

વલસાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ દિવસ અપગ્રેડેશન માટે તાલીમ

વલસાડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા સળંગ ત્રીદિવસીય અમ્પાયર્સ સેમિનારનું મહત્વનું આયોજન કરવામાં આવ્યું છે.સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 20,21 અને 22 નવેમ્બરના રોજ યોજાનાર આ અમ્પાયર્સ સેમિનારમાં ભારતની ટીમના માજી અમ્પાયર અમિષ સાહેબા સેવા આપશે.આ સેમિનાર વલસાડ જિલ્લાના અમ્પાયરોના અપગ્રેડેશન માટે તથા નવયુવાન ખેલાડીઓને અમ્પાયરિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા તક મળે તેવા ઉમદા હેતુથી વલસાડ બીડીસીએ દ્વાર પ્રયાસ કરાયો છે.

સેમિનારમાં ભાગ લેવા ઇચ્છુક જિલ્લાના તથા આજૂબાજૂના વિસ્તારોના વ્યક્તિઓને બીડીસીએ કાર્યલાય ખાતે ઓફિસ સમયે તા.18 નવેમ્બર પહેલા નોંધણી કરાવવા બીડીસીએ માનદ મંત્રી જનકભાઇ દેસાઇએ અનુરોધ કર્યો છે. વલસાડ શહેરમાં પ્રથમ વખત ક્રિકેટના એમ્પાયર્સ તરીકે ફરજ બજાવતા યુવકો માટે ખાસ આ તાલીમ શિબિર રાખવામાં આવી છે. જેમાં ક્રિકેટના જાણીતા ચેહરા યુવકોને ક્રિકેટના બારિકાઈથી નિયમો સમજાવશે.

અન્ય સમાચારો પણ છે...