તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Umargam Builder's Abduction Case, 6 Accused Kidnapped Builder And Fled To Maharashtra, One Accused Stays In Gujarat To Mislead Police, Keeps Calling For Ransom

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુલાસો:ઉમરગામના બિલ્ડરના અપહરણનો મામલો, બિલ્ડરનું અપહરણ કરી 6 આરોપી મહારાષ્ટ્ર ચાલ્યા ગયા, પોલીસને ગેરમાર્ગે દોરવા એક આરોપી ગુજરાતમાં રહી ખંડણીના ફોન કરતો રહ્યો

ઉમરગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અપહરણકારોએ 30 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી
  • એક પણ રૂપિયાની ચુકવણી વગર બિલ્ડરનો છુટકારો
  • આરોપી સુધી પહોંચવા પોલીસે 1000 CCTV ચેક કર્યા

વલસાડ જિલ્લાના ઉમરગામના બિલ્ડરનો અપહરણકારોની ચુંગાલમાંથી હેમખેમ છુટકારો થયો છે. પોલીસે સાત અપહરણકારોને ઝડપી પાડી બિલ્ડરને બચાવી લીધા છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ વલસાડ પોલીસની કામગીરીને બિરદાવી છે.

વલસાડ જિલ્લાના ઉમરગામના એક બિલ્ડરનું 22 માર્ચે રાત્રે લકઝરીયસ કારમાં અપહરણ કરી ગયા હતા. પોલીસની તપાસ ભટકાવવા ગુજરાતના અગલ અલગ જિલ્લાઓમાંથી બિલ્ડરના પરિવાર પાસે 30 કરોડની ખંડણી માંગી હતી. વલસાડ પોલીસે ખંડણીનો એકપણ રૂપિયો આપ્યા વગર અપહરણનો ભોગ બનનાર જીતુભાઇ પટેલને રત્નાગીરીથી બચાવી લેવામાં આવ્યા હતા. 2 આરોપીઓને મુંબઈથી અને 5 આરોપીઓને રત્નાગીરી પાસેથી ઝડપી પાડયા હતા.

આરોપીઓ ગામઠી મરાઠી ભાષામાં વાત કરતા હતા. સોનાર ગેંગનો મુખ્ય સૂત્રધાર 10 દિવસ પહેલા પશ્ચિમ બંગાળ ખાતે ATSની ટીમે દબોચી કાઢ્યો હતો. વલસાડ SP ડો. રાજદીપસિંહ ઝાલાની આગેવાનીમાં ગુજરાતમાં પ્રથમ કેસ બન્યો કે જેમાં ખંડણીનો એકપણ રૂપિયો આપ્યા વગર આરોપીઓને ઝડપી પાડયા અને ભોગ બનનારને કોઈપણ રીતની ઇજા પહોંચવા દીધી ન હતી. વલસાડ પોલીસની ટીમે 7 દિવસમાં અપહરણ કારો પાસેથી ઉમરગામના બિલ્ડરને સુરક્ષિત રીતે બચાવી લાવવામાં સફળતા મળી હતી.

અપહ્ત બિલ્ડરને મુક્ત કરાવવા 11 ટીમની રચના કરાઈ હતીવલસાડ જિલ્લાના ઉમરગામ શહેરમાં રહેતા બિલ્ડર જીતુભાઇ પટેલનું 22 માર્ચની રાત્રીએ અપહરણ થયું હતું. બનાવની જાણ ઉમરગામ પોલીસને થતા તાત્કાલિક વલસાડ SP ડો. રાજદીપસિંહ ઝાલા અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. વલસાડ SP ડો. રાજદીપસિંહ ઝાલાએ તાત્કાલિક 11 ટીમો બનાવી તમામ દિશાઓમાં આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

પોલીસને ગુમરાહ કરવા અલગ અલગ જિલ્લામાંથી ખંડણીના ફોન કર્યાવલસાડ પોલીસની ટીમે 750 કિમિ વિસ્તારમાં આવેલા ખાનગી તેમજ સરકારી ફૂટેજ મેળવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપીઓએ વલસાડ પોલીસની ટીમને ગુમરાહ કરવા માટે અલગ અલગ શહેરોમાંથી ખંડણી માંગવા ફોન કર્યા હતા. અન્ય જિલ્લામાં જાવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ રેલવે નો ઉપયોગ કરતા હતા. આરોપીઓ ટ્રેનમાં ટીકીટ લીધા વગર યાત્રા કરી રેલવે સ્ટેશન આવે તે પહેલાં યાર્ડ વિસ્તારમાં ચાલુ ટ્રેને ઉતરી જતા હતા.

આરોપીઓ ગામઠી મરાઠી ભાષામાં વાત કરતા હતા. બિલ્ડર જીતુ પટેલને રોજ લમણે પિસ્તોલ મૂકી બીવડાવતા રહેતા હતા. આ ગેંગના 2 સાગરીતોને બોરીવલ્લી રેલવે સ્ટેશન પાસેથી વલસાડ પોલીસે દબોચી લીધા હતા. તેની પ્રાથમિક પૂછપરછ અને તપાસ કરતા આરોપીઓ પાસેથી 2 મોબાઈલ મળી આવ્યા હતા. જેના આધારે વલસાડ પોલીસે સંપૂર્ણ ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. વલસાડ પોલીસના બતમીદારોની મદદ વડે સંપૂર્ણ ભેદ ઉકેલવામાં વલસાડ પોલીસને મહત્વની સફળતા મળી હતી. આરોપીઓએ અપહરણ કરવા માટે ચોરી કરેલી લકઝરીયસ કારનો ઉપયોગ કર્યો હતો.

જીતુ પટેલના સીમકાર્ડથી 24 માર્ચે ફોન કરી પત્ની પાસે 30 કરોડની ખંડણી માગી ન આપે તો ધમકી આપી હતી
આરોપીઓએ 24 માર્ચે જીતુ પટેલના મોબાઇલના સીમકાર્ડનો ઉપયોગ કરી તેમની પત્ની પાસેથી રૂ.30 કરોડની માગણી કરી હતી.જે માટે વારંવાર ફોન કરાયો હતો.જો ખંડણી ન આપે તો જીતુ પટેલને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.પત્નીએ ખંડણીની રકમ ઓછી કરવા વિનવણી કરી છતાં એક પણ રૂપિયો ઓછો કરવા આરોપી તૈયાર થયા ન હતા.

અપહ્ત સાથે વાત ન કરાવી માત્ર રેકર્ડ મેસેજ સંભળાવ્યો
પોલીસની એક ટીમ પરિવારને ગાઇડ કરવા પ્રથમ દિવસથી જ રોકાઇ હતી. અપહરણકારો ખંડણી માંગવા માટે બિલ્ડર જિતુ પટેલની પત્ની ઉપર ફોન કરતા હતા. 30 કરોડ રૂપિયા હાલમાં નથી એવું કહીને પત્નીએ પતિને રૂપિયા વિશે ખબર હશે એમ કહીને વાત કરાવો એવું કહ્યું હતું. જોકે, આરોપીઓ જિતુને જ્યા રખાયો હતો ત્યાંથી 200થી 300 કિમી દૂર આવીને વાત કરતા હતા. જો અપહ્ત જિતુ પટેલ સાથે ફોન ઉપર વાત કરાવે તો લોકેશનથી પકડાય જવાની ભીતિ હોવાથી તેઓ માત્ર બિલ્ડર જિતુભાઇ પટેલનો રેકર્ડ મેસેજ જ તેમની પત્નીને સંભળાવતા હતા. આરોપી પોલીસથી બચવા એક એક કદમ સમજી વિચારીને ઉઠાવતા હતા.

આ ટીમે ઓપરેશન પૂરૂ પાડ્યું
ઉમરગામના બહુચકચારી બિલ્ડર અપહરણ કેસ ઉકેલવામાં તપાસમાંં પીઆઇ વી.બી.બારડ, એસઓજી ટીમ પીઆઇ જે.એન.ગોસ્વામી,એલસીબી ટીમ, પીઆઇ વી.એચ.જાડેજા, પીઆઇ બી.જે.સરવૈયા, પીઆઇ વી.જી.ભરવાડ, પીઆઇ વી.ડી.મોરી જોડાયા હતા.

ચેકપોસ્ટ- ટોલનાકાના 1000 સીસીટીવી ફુટેજ ખુંદ્યા
જીતુ પટેલને સુરક્ષિત છોડાવવા અને ગુનેગારોને પકડી લેવા પોલીસ સામે મોટો પડકાર હતો.જે દિવસે કારમાં જીતુ પટેલનું રૂ.30 કરોડની ખંડણી માટે અપહરણ કરાયું ત્યારથી પોલીસે ગુજરાતની ચેકપોસ્ટો,નાકાઓ મહારાષ્ટ્રના ટોલનાકાઓના લગભગ 1000 સીસીટીવી ફુટેજ ખુંદી નાંખ્યા હતા.

બોરીવલીથી ઝડપાયેલા બે સાગરીતો અપહરણ કરી જીતુ પટેલને જ્યાં રાખેલો તે સ્થળે દોરી ગયા
ઉમરગામના બિલ્ડર જીતુ પટેલના અપહરણ કેસમાં પોલીસને ટેક્નિકલ ઇન્ટેલિજન્સના આધારે તપાસ દરમિયાન મહારાષ્ટ્રના બોરીવલી સ્ટેશન પર બે શંકાસ્પદ ઇસમો હોવાની જાણકારી મળતાં જ મુંબઇમાં ધામો નાંખનાર વલસાડ પોલીસ પહોંચી ગઇ હતી.ભારેભીડમાંથી આ ઇસમોને ઝડપી ઉઠાવી લીધા હતા.જેમની કડક પૂછપરછ કરાતા આ ગુનેગારો સોનાર ગેંગના સાગરિતો હોવાનું બહાર આવ્યું હતું.જેઓ જીતુ પટેલના અપહરણ કેસમાં સંડોવાયેલા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો