નિર્ણય:જિલ્લામાં આશ્રમશાળા કર્મીઓનું આંદોલન શરૂ કરવા અલ્ટિમેટમ

વલસાડ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પડતર પ્રશ્નો ન ઉકેલાય તો પ્રદર્શનો કરવા નિર્ણય

રાજ્ય સહિત વલસાડ જિલ્લાના આશ્રમશાળાના કર્મચારીઓના ગ્રેડ પે,સાતમા પગાર પંચની ચૂકવણી,બદલી સહિતના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો ઉકેલ 10 સપ્ટેમ્બર સુધીમાં ઉકેલ ન આવે તો આંદોલન શરૂ કરવા કર્મચારી સંઘની કારોબારી બેઠકમાં નિર્ણય કરાયો છે.જે અંગે સંઘ દ્વારા રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.

વલસાડ સહિત સમગ્ર જિલ્લાઓના હોદ્દેદારો સાથે ગુજરાત રાજ્ય આશ્રમશાળા કર્મચારી સંઘની કારોબારીમાં ચર્ચાઓ થયા બાદ વિરોધ પ્રદર્શન અને આંદોલનની રૂપરેખા તૈયાર કરાઇ છે.જેમાં 15 સપ્ટેમ્બરથી જિલ્લા કલેકટર કચેરીએ રેલી કાઢી આવેદન,16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન કાળી પટ્ટી ધારણ,19 ઓગષ્ટે માસ સીએલ,22 સપ્ટેમ્બરે જિલ્લા કલેકટર કચેરીએ ધરણાં કાર્યક્રમ,7 ઓકટોબરેગાંધીનગર મુકામે પ્રતિક ધરણાં અને તેમ છતાં જો પ્રશ્રનોનું નિરાકરણ ન આવે તો 1 નવેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળનો ઠરાવ કરાયો છે.

જે સરકારને અને મંત્રીઓને રવાના કરાયો છે.પડતર પ્રશ્નોમાં ઉચ્ચતર પગારધોરણમાં 4200નું ગ્રેડ પે.સાતમા પગાર પંચનું બાકી એરિયર્સની ચૂકવણી,ઓન ડ્યુટી મૃત્યુ પામનાર કર્મીના પરિવારને સહાય,બદલીનો લાભ સહિત 18 જેટલા પ્રશ્નોના નિરાકરણની તાત્કાલિક કાર્યવાહી કરવા માગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...