તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:રેલવે વિભાગની કામગીરીના કારણે ઉદવાડા ફાટક 10 દિવસ માટે બંધ રહેશે, વાહનચાલકો 10 કિમી ફરીને જવા મજબૂર

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલવે વિભાગ દ્વારા રબરના બ્લકકની કામગીરી હાથ ધરવામાં આવે છે

વલસાડ જિલ્લામાં ઉદવાડા રેલવે ફાટક ઉપર પડેલા ખાડાઓને લઈને ફાટકનું રીપેરીંગ કામગીરી માટે રેલવે વિભાગ દ્વારા 3જી જુલાઈથી 12 જુલાઈ સુધી ઉદવાડા રેલવે ફાટક બંધ રહેશે. ઉદવાડા ગામનો એક માત્ર પ્રવેશ દ્વાર 10 દિવસ માટે બંધ રાખી રેલવે ફાટક વિસ્તારમાં RCC કરીને તેના ઉપર બ્લોક બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ સંપૂર્ણ કામગીરી રેલવે વિભાગ દ્વારા 3 લાખથી વધુના ખર્ચ કરવાની છે. ઉદવાડા તથા દમણ જતા યાત્રીઓની અન્ય વૈકપિક રસ્તે અવર જવક કરવા રેલવે વિભાગે જણાવ્યું છે.

વલસાડ જિલ્લામાં સૌથી વયસ્ત ગણાતા રેલવે ફાટકમાં ઉદવાડા રેલવે ફાટકનું નામ મોખરે રહે છે. ઉદવાડા ગામમાં જાવા તથા દમણ જાવા માટે ઉદવાડા રેલવે સ્ટેશન પાસેનો રેલવે ફાટક ન. 87 ઉપર ભારે વાહનોની અવર જવરને લઈને પડેલા ખાડાઓ દૂર કરવા અને ફાટક ઉપર રીપેરીંગ કામગીરી રેલવે વિભાગ દ્વારા 3થી 12 જુલાઈ દરમિયાન હાથ ધરવાના હોવાથી રેલવે ફાટક બંધ રહેશે.

રેલવે ફાટક ઉપર રેલવે ટ્રેકની બાજુમાં RCC અને તેના ઉપર રબરના બ્લોક બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેને લઈને 10 દિવસ માટે ઉદવાડા રેલવે ફાટક બંધ રાખવામાં આવશે. ઉદવાડા કે દમણ જાવા માંગતા વાહન ચાલકોએ પારડી રેલવે સ્ટેશન કે બગવાડ રેલવે સ્ટેશન થઈ જવા ઉદવાડા રેલવે સ્ટેશન માસ્તરે વાહન ચાલકોને વિનંતી કરી છે.

અન્ય સમાચારો પણ છે...