તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Valsad
 • Two Young Women Who Went To Surat After Getting Married In Dhamdachi Went Missing, Came To The Wedding At Their Cousin's House.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:ધમડાચીમાં લગ્ન પતાવી સુરત જતી બે યુવતી ગુમ, પિતરાઈભાઈના ઘરે લગ્નમાં આવી હતી, મોબાઈલ બંધ આવતા પોલીસમાં FIR

વલસાડ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરતથી પિતરાઈ ભાઈના લગ્નમાં સુરતથી આવેલી 25 વર્ષીય યુવતીએ પિતરાઈ ભાઈના લગ્નમાં હાજરી આપી એસટી બસ મારફતે બહેનપણી સાથે સુરત જવા નીકળી હતી. સાંજે બંને યુવતીઓનો મોબાઈલ ફોન બંધ આવતા બંને યુવતીઓના પરિવાર જનોમાં ચિંતા વધી હતી. યુવતીની બહેને રૂરલ પોલીસ મથકે ગુમ થયાની નોંધ કરવી હતી.

વલસાડ ધમડાચી ફાટક પાસે પિતરાઈ ભાઈના લગ્નમાં 26 નવેમ્બરના રોજ સુરતથી આવેલી રીંકલ દિલીપભાઈ પ્રજાપતિ, ઉ.વ. 25 તેની બહેનપાણી રાધિકા સિંધાની સાથે પિતરાઈ ભાઈના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા 26 નવેમ્બરના રોજ ધમડાચી આવી હતી. પિતરાઈ ભાઈ ધર્મેશ પ્રજાપતિના લગ્નમાં હાજરી આપવા આવ્યા હતા. લગ્નમાં હાજરી આપીને 2જી ડિસેમ્બરના રોજ રીંકલ પ્રજાપતિ રાધિકા સાથે એસટી બસ મારફતે સુરત જવા નીકળી હતી. રાત સુધીમાં રીંકલ અને રાધિકાનો સુરત પહોંચ્યાંનો ફોન આવ્યો ન હતો.

રીંકલના પરિવારજનોને ચિંતા થતા ફોન કરતા બંનેના મોબાઈલ બંધ આવ્યા હતા. વલસાડ રૂરલ પોલીસ મથકે બહેન ડિમ્પલ પટેલે રીંકલ ગુમ થઈ હોવાની જાણ કરી હતી. વલસાડ રૂરલ પોલીસની ટીમે ટેક્નિકલ એનાલિસિસની ટીમની મદદ મેળવીને યુવતીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો