એક ફૂલ દો માલી જેવો ઘાટ:વલસાડમાં એક યુવતીના પ્રેમમાં બે યુવકો પડ્યા, યુવતીને છોડી દેવા એક યુવકે બીજા યુવક પર હુમલો કર્યો

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ રૂરલ પોલીસમાં સાત શખ્સો સામે રાયોટીંગની ફરિયાદ નોંધાઈ

વલસાડ જિલ્લામાં એક ફૂલ દો માલી જેવી સ્ટોરી સામે આવી છે. બે યુવકો એક યુવતીના પ્રેમમાં હોવાની બંનેને જાણ થતા એક યુવકે તેના સાગરિતો સાથે બીજા યુવક પર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. સાત શખ્સો સામે રાયોટીંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.

વલસાડ તાલુકાના ખજુરડી ખાતે રહેતા લાલુભાઇ ભીખુભાઈ હળપતિની નજર અટગામ ખાતે રહેતી એક યુવતી સાથે મળતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવતીનો વલસાડ તાલુકાના કલવાડા વડ ફળીયા ખાતે રહેતા અજય રમેશભાઈ રાઠોડ સાથે પણ પ્રેમ સંબંધ હોવાથી સમગ્ર બનાવની જાણ બંને યુવકોને થતા બન્ને યુવકોએ તેના મિત્રો અને ગામના અગ્રણીઓ સાથે વલસાડ હાઈવે ઉપર આવેલી સાસુમાં હોટલ પાસે બંને યુવકોએ એક મિટીગ રાખી હતી.

બંને યુવકો વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જે દરમિયાન અજય રાઠોડ અને મિત્રો સાથે લાલુ હળપતિ સાથે થયેલી ઉગ્ર બોલાચાલીની અદાવત રાખી અજય રાઠોડ અને તેના સાગરિતોએ લાલુ ભીખુ હળપતિને ખજુરી ગામ ખાતે આવેલા ભવાની તળાવના કાંઠે લાલુ ભીખુ હળપતિને અજય રાઠોડ તથા તેના 7 મિત્રોએ ઢોર માર મારી યુવકને છોડી ભાગી છૂટયા હતા.

બનાવ અંગે સ્થાનિક લોકોને જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક વલસાડ રૂરલ પોલીસની ટીમ તથા 108 ટીમની મદદ મેળવી હતી. વલસાડ 108ની ટીમની મદદ મેળવી ઇજાગ્રસ્ત લાલુ હળપતિને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. સમગ્ર ઘટના અંગે સંજયભાઈ અમૃતભાઈ હળપતિએ અજય રાઠોડ તથા તેના સાગરિતો સામે રાયોટીંગની ફરિયાદ નોંધાવી હતી. વલસાડ રૂરલ પોલીસ મથકે FIR નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...