વૈશાલી બલસારા હત્યા કેસ:ગાયિકાની હત્યાનો ભેદ ઉકેલવા વલસાડ પોલીસની બે ટીમ રાજ્ય બહાર તપાસ કરવા પહોંચી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ જિલ્લા પોલીસે શકમંદ વ્યતિઓની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હત્યાનો ભેદ ઉકેલવા પ્રયાસો હાથ ધાર્યા
  • વૈશાલીની નજીકના મિત્રોના નિવેદન નોંધી હત્યાનો ભેદ ઉકેલવા પ્રયાસો કર્યા

વલસાડ તાલુકાના સેગવી ખાતે રહેતી સિંગર વૈશાલી બલસારાની પારડીની પાર નદી નજીક અવાવરું જગ્યાએ બંધ કારમાં હત્યા કરેલી હાલતમાં મળેલી લાશનો ભેદ ઉકેલવા વલસાડ જિલ્લા પોલીસે 8 અલગ અલગ ટીમો બનાવી છે. વૈશાલીની લાશનું વલસાડ પોલીસે ફોરેન્સિક PM કરવી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે. LCB, SOG, પારડી અને સીટી પોલીસની કુલ 8 ટીમો દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. જે પૈકી 2 ટીમો રાજ્ય બહાર તપાસ કરવા માટે પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. વલસાડ જિલ્લા પોલીસની અલગ અલગ તપાસ ટીમો દ્વારા શકમંદોની પ્રાથમિક પૂછપરછ કરીને હત્યા કેસનો ભેદ ઉકેલવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લા વૈશાલી બલસારાના નજીકના મિત્રોની પણ પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં આવી છે. વલસાડ જિલ્લા પોલીસને મહત્વની કડીઓ જોડી હત્યાનો ભેદ ઉકેલવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

વલસાડ શહેર નજીક સેગવી ગામમાં પરિવાર સાથે રહેતી સિંગર વૈશાલી બલસારા 27 ઓગષ્ટની સાંજે ઐઅપ્પા મંદિર નજીક એક મહિલાને આપેલા ઓછીનાં આપેલા રૂપિયા લેવા પોતાની કાર લઈને ગઈ હતી. વૈશાલી બલસારા ગુમ થઈ હોવાની જાણ સીટી પોલીસ મથકે હિતેશ બલસારાએ કરી હતી. રવિવારે વૈશાલી બલસારાની લાશ પાર નદી કિનારે અવારું જગ્યાએથી બંધ કારમાં મળી હતી. સ્થાનિક લોકોએ પારડી પોલીસને ઘટનાની જાણ કરતા પારડી પોલોસે લાશનો કબ્જો મેળવ્યો હતો. અને LCB, SOG, પારડી, વલસાડ સીટી અને ટેક્નિકલ સર્વેલન્સની ટીમો મળીને કુલ 8 ટીમો બનાવવામાં આવી હતી.

શ્વાસ રૂંધાવવાથી મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક કારણ વલસાડ પોલીસને મળતા વલસાડ પોલીસે પારડીના પાર નદી કિનારે ઘટના સ્થળની આજુબાજુના વિસ્તારના 100થી વધુ CCTVના ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. CCTVમાં કેદ થયેલા શંકાસ્પદ ઇસમોની પોલીસે શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે વૈશાલી બલસારાના પરિવાના સભ્યો નજીકના મિત્રો સહિતના 75થી વધુ લોકોના નિવેદનો નોંધ્યા હતા. જ્યારે શંકાસ્પદ લોકોની ગતિવિધિઓ ઉપર વલસાડ જિલ્લા પોલીસે બાજ નજર રાખી છે. વલસાડ જિલ્લા પોલોસે 2 ટીમો રાજ્ય બહાર જઈને શકમંદ લોકોને મળીને તેમના નિવેદન નોંધી રહી છે. વૈશાલી બલસારા હત્યા કેસમાં તમામ પાસાઓ ઉપર ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.

વૈશાલી બલસારાનો મોબાઈલ ફોન અને મહિલા પાસેથી લીધેલા રોકડા રૂપિયા ક્યાં ગયા અંગે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી રહ્યા છે. વૈશાલી બલસારાની વર્ષ 2020માં શહેરના આઝાદ ચોક ખાતે એક કટલેરી ની દુકાન શરૂ કરી હતી. વૈશાલી હત્યા કેસમાં વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એક બાદ એક કડીઓ જોડીને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...