શિવકુંજ આશ્રમ અધેવાડાના સંત મોરારી બાપુની વિશેષ ઉપસ્થિતિમાં 2021- 22 ચિત્રકૂટ એવોર્ડ સમારંભ, નિવૃત્ત શિક્ષકોનું સન્માન તથા શૈક્ષણિક સંમેલનનું આયોજન ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે સંપન્ન થયો હતો. જેમાં વલસાડ જિલ્લામાંથી ખડકી પ્રાથમિક શાળાના ઈલાબેન વસંતલાલ પટેલ તથા વાપી ઔદ્યોગિક વસાહત પ્રાથ.શાળાની મીનાબેન સુખદેવભાઈ આહિરેને રાજ્યમાં શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ પારિતોષિક પૂજ્ય બાપુના કરકમળથી એનાયત થયા હતા.
પૂ. બાપુએ આશીવર્ચન પાઠવતા એવોર્ડ વિજેતા 66 શિક્ષકોની વંદના કરી કહ્યું કે, પ્રાથમિક શિક્ષક જોઉં છું ત્યારે વિના કારણ હરખ થાય છે. હું પણ એક વખત પ્રાથમિક શાળાનો શિક્ષક હતો, શિક્ષણ કર્મ નથી, 2021ના કુલ 66 શિક્ષકોને ચિત્રકૂટ પારિતોષિક પૂજ્ય બાપુના હસ્તે અપાયા હતા. શિક્ષણ કર્મ નહી પણ ધર્મ છે તેવું તેમણે ઉમેર્યું હતું. ચિત્રકુટ એવોર્ડ વિજેતા ઇલાબેને કોરોના મહાકાળમાં ઘરે ઘરે જઈને બાળકોને શિક્ષણ આપ્યું હતું ઓનલાઇન ભણાવ્યા હતા.
આઠ બાળકોને અંગત ખર્ચે મોબાઈલ અપાવ્યા હતા અને રિચાર્જ પણ કરાવી આપ્યા હતા દાતાઓ પાસેથી દાન મેળવી 9 અન્ય બાળકોને પણ મોબાઈલધારક બનાવ્યા હતા. જ્યારે લીલાબેને 2015 નો જિલ્લાકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અને 19 માં પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ મેળવ્યો હતો અંગ્રેજી અને પાઠ્યપુસ્તક નિર્માણમાં સહયોગી બન્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.