દાનહમાં ઉદ્યોગોમાં પાણી પહોચાડવા માટે ટેન્કર સંચાલકો દમણગંગા નદીમાંથી ખુલ્લેઆમ પાણી ચોરી કરતા હોવાની બુમ ઘણા સમયથી ઉઠી હતી ત્યારે દાનહ પ્રશાસક ગુરૂવારે પ્રદેશની મુલાકાતે હતા.
એ સમયે કલેકટરની નજર રખોલી દમણગંગા બ્રીજ નજીક નદીમાંથી પાણી ભરતા ટેન્કરો પર પડતા તાત્કાલિક એમણે સેલવાસ મામલતદારને તાકીદ કરી હતી અને આ ટેન્કર સંચાલકો સામે કાર્યવાહી કરવા જણાવતા મામલતદારની ટીમે દમણગંગા નદી કિનારે ધસી જઇ બંને ટેન્કર પાણી ભરવાની તૈયારી કરી રહ્યા જેને જપ્ત કર્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે પ્રશાસને નદીમાંથી પાણી લેવા માટેની કોઈ જ પરમિશન આપી નથી કે એના માટેની રોયલ્ટી પણ આપવામાં આવતી નથી. છતાં ટેન્કર સંચાલકો ખુલ્લેઆમ પાણીની ચોરી કરી ઉદ્યોગોને પહોંચાડે છે અને સરકારને પણ આનાથી આવક થતી નથી. આમાં સરકારી અધિકારીઓની મિલીભગત હોવાની આશંકા સેવાઇ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.