તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંક્રમણ:વલસાડમાં એક શાળાના બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાળાએ ઓનલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો

વલસાડ ના અતુલ વિસ્તારમાં આવેલી એક પ્રતિષ્ઠિત સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની અને એક વિદ્યાર્થીના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

કોરોના સંક્રમિત થયેલી વિદ્યાર્થિનીના ઘર પર થોડા દિવસ પહેલા વડોદરામાં રહેતા તેના સંબંધી આવ્યા હતા. 2 દિવસ વલસાડમાં રોકાયા બાદ સંબંધી વડોદરા ગયા હતા. જ્યાં વડોદરામાં તેઓએ ટેસ્ટ કરાવતા તેઓ સંક્રમિત જાહેર થયા હતા. સંબંધીએ તાત્કાલિક વલસાડમાં રહેતા પરિવારને સુરક્ષાના ભાગ રૂપે જાણ કરી હતી. વલસાડમાં વિદ્યાર્થિનીએ શાળાને જાણ કરી હતી. શાળામાં ચાલતી પરીક્ષા ઓનલાઇન આપવા અનુરોધ કર્યો હતો. શાળાએ રેપીડ ટેસ્ટનો રીપોર્ટ મંગાવ્યો હતો. જેમાં વિદ્યાર્થિની સંક્રમિત જાહેર થઈ હતી. જેથી આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ હતી.

આરોગ્ય વિભાગની ટીમે વલસાડમાં વિદ્યાર્થીનીના સંપર્કમાં આવેલા લોકોના લિસ્ટ મેળવી આગળની તજવીજ હાથ ધરી છે. વિદ્યાર્થિનીના પોઝિટિવ રિપોર્ટ બાદ શાળાના વધુ એક વિદ્યાર્થીનો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. મંગળવારે આરોગ્ય વિભાગની ટીમે અતુલની શાળાને તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા ઓનલાઇન લેવા જણાવ્યું હતું. શાળાના અન્ય વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પરીક્ષા ઓનલાઇન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

આરોગ્ય વિભાગની ટીમે તિથલ રોડ ઉપર વિદ્યાર્થિની જે જગ્યાએ ટ્યુશન જતી હતી તે વિસ્તારમાં પણ ચેકીંગ હાથ ધર્યું છે. વિદ્યાર્થીનીના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરંટાઈન કર્યા છે.તો બીજી તરફ શાળામાં હાલ પુરતું ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવામા આવ્યું છે. શાળામાં હાલ જે પરીક્ષાઓ ચાલી રહી હતી તે પણ ઓનલાઈન લેવાનો નિર્ણય કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...