ધરપકડ:વલસાડના ધડોઈમાં બુલેટ ટ્રેનના પીલર બનાવવાની સાઈટ પરથી લોખંડની ચોરી કરનાર બે તસ્કરો ઝડપાયા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોખંડની ચોરી કરનાર અને ભંગાર લેનારની ધરપકડ કરવામાં આવી

વલસાડના ઘડોઇ ગામે બુલેટ ટ્રેનના નવા બંઘાતા પીલ્લર પાસે લોખંડ પાઈપની આશરે રૂપિયા 70 હજારની ચોરી થતા ફરિયાદ નોંધાઈ હતી. તે ફરિયાદના આધારે પોલીસે ચોરી કરનાર તથા ભંગાર લેનારની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાપીમાં રહેતા મૂળ હરિયાણાના દિપક રાધેશ્યામ શર્મા મુંબઈની સિકયુરિટી એજન્સીમાં ઓપરેશન મેનેજર તરીકે નોકરી કરે છે. L&Tના બુલેટ પ્રોજેક્ટમાં સિક્યુરિટી કંપની દ્વારા બુલેટ ટ્રેનની બાંધકામ સાઈડ ઉપર સિક્યુરિટી પુરી પાડવાની જવાબદારી કંપનીને સોંપી હતી. વલસાડના ઘડોઇ ગામે બુલેટ ટ્રેન કિલોમીટર નં.199 અને 201 વચ્ચે બુલેટ ટ્રેનના નવા પીલ્લર બનાવાની કામગીરી ચાલુ છે ગત 1લી મે 2022થી અત્યાર સુધીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું પુરપાટ ઝડપે ચાલી રહ્યું છે. જે દરમ્યાન લોખંડનો સામાન કુલ 21 વસ્તુઓ 250 કિલો વજન જેની કિંમત 70 હજાર રૂપિયા હોય તે ચોરી થઇ ગઇ હતી જે અંગેની ફરિયાદ મેનેજરે વલસાડ રૂરલ પોલીસ મથકે નોંધાવી હતી.

ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી જે ચોરી કરનાર વલસાડના ગુંદલાવ બ્રિજ નીચે રખડતો ભટકતો રહે તો આકાશ રમાશંકર પરમાર પોલીસે શંકાના આધારે એમની ધરપકડ કરી હતી અને એમનું વધુ પુછપરછ કરતા તેઓએ આ જગ્યા પરથી ચોરી કરી સામાન વલસાડના ગુંદલાવ બ્રિજ નીચે ભંગાર ની દુકાન ચલાવતા ગૌતમ ખુશાલભાઈ ભાનુશાલીને વેચ્યો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે જઈને ભંગાર ગોડાઉનના માલિક તથા ચોરી કરનારની બંનેની ધરપકડ કરી છે મુદ્દામાલ જપ્ત કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...