તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Valsad
 • Two Persons, Who Were Going To Play A Band On The Occasion Of Dhuleti Parva, Were Hit By An Unidentified Driver Near Dharampur Chokdi.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિટ એન્ડ રન:ધૂળેટી પર્વ નિમિત્તે બેન્ડ વગાડવા જઇ રહેલાં બે વ્યક્તિઓને ધરમપુર ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં એકનુ મોત

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ધરમપુર ચોકડી પાસે અકસ્માત થયો - Divya Bhaskar
ધરમપુર ચોકડી પાસે અકસ્માત થયો
 • અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ભાગી છૂટ્યો
 • હાઇવે પરથી પસાર થતાં વાહન ચાલકોએ 108 અને પોલીસને જાણ કરી

ધૂળેટી પર્વ નિમિત્તે બેન્ડ વગાડવા જઇ રહેલાં બે વ્યક્તિઓને વલસાડના ધરમપુર ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં અકસ્માત થયો હતો. જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. અકસ્માત થતાં ઇજાગ્રસ્તોને 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. સીટી પોલીસે ખાનગી CCTV કેમેરાના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વલસાડના ધડોઈના પટેલ ફળિયામાં રહેતા અને બેન્ડ સંચાલક તેમજ કેસીઓ વગાડનાર અમૃત ખાલબભાઈ પટેલ (ઉ.વ.52), તેની બેન્ડમાં ઢોલી તરીકે કામ કરતો સુનિલ રાજુભાઇ નાયકા સાથે પારડી ધૂળેટી નિમિત્તે બેન્ડ વગાડવા અમૃતની મોપેડ (નં. GJ-15-DA-8440)પર જઈ રહ્યા હતા. જે દરમિયાન ધરમપુર ચોકડી પાસે પાછળથી આવતા અજાણ્યા વાહન ચાલકે અમૃતની મોપેડને અડફેટે લીધી હતી.

અજાણ્યા વાહન ચાલકે મોપેડને અડફેટે લેતાં તેના પર સવાર બંને વ્યક્તિઓ નીચે પટકાયા હતા. જ્યારે અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ભાગી છૂટ્યો હતો. જ્યારે હાઇવે પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકોએ તાત્કાલિક 108 અને પોલીસ કંટ્રોલ રૂમને બનાવની જાણ કરી હતી.

108ની મદદ મેળવી બંને ઇજાગ્રસ્તોને 108ની મદદ વડે સિવિલ હોસ્પિટલમાં સારવાર માત્ર ખસેડયા હતા. જ્યાં સારવાર દરમિયાન એકનું મોત થયું છે. જ્યારે પોલીસે પ્રાથમિક તપાસ કરતા મોપેડ ચાલક સુનિલ પાસે હેલ્મેટ હોવા છત્તા હેલ્મેટ પહેર્યું ન હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો