તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોબાઈલ ચોર:સેલવાસમાં મોબાઈલ ચોરીને અંજામ આપનારા બે શખ્સો ઝડપાયા

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોરીમાં ગયેલા સાત મોબાઈલ કબજે કરવામા આવ્યા

સેલવાસ કિલવણી નાકા નજીકની મોબાઈલની દુકાનમાથી ચોરીથી રૂ.1 લાખથી વધુની કિંમતના કુલ 7 મોબાઈલ ચોરી કરનાર આરોપીને ટેક્નિકલ એનાલિસિસની ટીમની મદદ વડે બે આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે કરવામા આવ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર ફરિયાદી મહાવીર મોબાઈલ દુકાનના માલિક કન્હૈયા બિન્દાચાલ શાહ જેઓની દુકાનમાંથી રાત્રી દરમ્યાન શટર તોડી 7નંગ એન્ડ્રોઇડ ફોન જેની અંદાજીત કિંમત 1,01,939ની ચોરીની ફરિયાદ નોંધાવી હતી સેલવાસ પોલીસે આઇપીસી 457,380મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સેલવાસ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.

જે દરમિયાન ટેક્નિકલ એનાલિસિસ ટીમની મદદ વડે તપાસ દરમ્યાન પીએસઆઇ સુરજ રાઉત,એએસઆઇ ભાસ્કર પાટીલ અને એમની ટીમે 2 યુવાનોની અટક કરી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આરોપી રાહુલ રામસિંહ રાજભર ઉ.વ.21અને ભરત મુનીરામ રાજભર ઉ.વ.20 રહેવાસી બાવીસા ફળિયા સેલવાસ જેઓએ મોબાઈલ ચોરી કર્યા હોવાનું સેલવાસ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કબુલ્યું હતું. બંને યુવાનોની ધરપકડ કરવામા આવી હતી. સાથે આરોપી પાસેથી મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો. આ ઘટનાની વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...