વલસાડ જિલ્લામાં ગુરૂવારે વધુ બે કોરોના દર્દી નોંધાયા હતા.જેમાં વલસાડ શહેરમાં જ 37 વર્ષીય મહિલા અને એક આધેડ પુરૂષ કોરોના સંક્રમણમાં સપડાયા હતા.જ્યારે 2 દર્દી સાજા થઇ ગયા હતા.જેને લઇ રાહત અનુભવાઇ હતી.
વલસાડ જિલ્લામં 31 મેથી કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યા છે.અત્યાર સુધી કુલ 16 કેસ નોંધાઇ ચૂક્યા છે.જેમાં ગુરૂવારે વધુ 2 દર્દી સાજા થઇ જતા એક્ટિવ કેસની સંખ્યા 12 પર અટકી છે.વલસાડ જિલ્લામાં ગુરૂવારે માત્ર વલસાડ શહેરમાં 2 દર્દી નોંધાયા હતા.જેમાં વલસાડ છીપવાડમાં રહેતા 56 વર્ષીય આધેડ અને તિથલ રોડ ઉપર શક્તિનગરમાં એક 37 વર્ષીય મહિલા કોરોના સંક્મિત થઇ હતી.
વલસાડ જિલ્લાના અન્ય કોઇ તાલુકામાં ગુરૂવારે કોરોનાના કોઇ કેસ નોંધાયા ન હતા.વલસાડ તાલુકામાં બુધવારે 4 કેસ અને ગુરૂવારે વધુ 2 કેસ નોંધાતા અહિ બે દિવસમાં 6 કેસ સામે આવ્યા હતા. જૂન માસના પ્રથમ સપ્તાહમાં કોરોના સક્રિય બનતા જિલ્લા તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમે હરકતમાં આવી છે. બુધવારે વલસાડ જિલ્લામાં એક સાથે પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેને લઇને તંત્ર ફરી એક વાર કોવિડ ગાઇડલાઇનનું સખતાઇથી પાલન કરાવવા માટે આગળ આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.