વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 12 માર્ચની રાત્રીએ સંબંધીના લગ્ન પ્રસંગમાં સગીરા ગઈ હતી. 13 માર્ચની વહેલી સવારે 4 કલાકે સગીરા લગ્નમાંથી પરત ફરતા જોઈને નજીકમાં રહેતા 2 સગીર છોકરાઓએ સગીરાને રસ્તામાં આતરી સગીરા સાથે દુષ્કર્મ આચરી સગીરાને ઘરે મોકલી આપી હતી. ગઈ કાલના રોજ સગીરાની તબિયત લથડતા સગીરાને સારવાર માટે કપરાડા CHC ખાતે ચેકઅપ કરવા લઈ ગયા હતા. જ્યાં CHCના તબીબને ઘટનાની જાણ થતાં ઘટના અંગે કપરાડા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી અને સગીરાની માતાએ દુષ્કર્મ આચરનાર 2 સગીર છોકરાઓ વિરુદ્ધ કપરાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કપરાડા પોલીસે ફરિયાદ નોંધી દુષ્કર્મ આચરનાર સગીર છોકરાઓની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના એક ગામમાં રહેતી સગીરા 12 માર્ચની રાત્રીએ નજીકમાં એક લગ્ન પ્રસંગમાં ગઈ હતી. 13 માર્ચે પરોઢિયે સગીરા ઘરે પરત ફરી રહી હતી. જે દરમ્યાન અચાનક 2 સગીરોએ સગીરાને આંતરી લઈને સગીરા સાથે બંને સગીર છોકરાઓએ દુષ્કર્મ આચર્યુ હતું. સગીરા સાથે બંને સગીર છોકરાઓએ વરાફરતી દુષ્કર્મ આચર્યુ હતું. અને સગીરાને ઘરે પરત મોકલી આપી હતી. સગીરાએ પણ ઘરે જઈને કોઈને જાણ કરી ન હતી. ગત રોજ સગીરાની તબિયત લથડતા સગીરાની માતા સગીરાનું ચેકઅપ કરાવવા કપરાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગઈ હતી. કપરાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હજાર તબીબે ચકઅપ કર્યું હતું. જેમાં સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગીરાને દાખલ કરીને ઘટના અંગે કપરાડા પોલીસને ઘટનાની જાણ કરી હતી. કપરાડા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સગીરાનું નિવેદન નોંધી સગીરાની માતાની ફરિયાદ લઈને સગીરા સાથે દુષ્કર્મ આચરનાર બંને સગીર છોકરાઓની અટકાયત કરવામાં એવો હતી.
વલસાડ જિલ્લાના છેવાડાના કપરાડા તાલુકામાં એક સગીરા પર સામૂહિક દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ છે. કપરાડા પોલીસ સ્ટેશનમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ફરિયાદ દાખલ થતા જિલ્લાભરની પોલીસના ઉચ્ચ અધિકારીઓ એ તપાસ હાથ ધરી હતી. તપાસમાં બંને સગીર આરોપીઓ ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.