બ્લાસ્ટ સાથે આગ:વલસાડ ડિસ્પેન્સરી રોડ પર ચાઈનીઝની લારીમાં LPG સિલિન્ડર લીક થતા આગ લાગી, બે લોકો દાઝ્યા

વલસાડ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાઝી ગયેલા બંને વ્યકિતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

વલસાડ શહેરના ડિસ્પેનસરી રોડ ઉપર મંગળવારે સાંજે ટેસ્ટી ચાઈનીઝ લારી ઉપર સંચાલક અને તેના કામદારો પ્રાથમિક તૈયારીઓ કરી રહ્યા હતા. જે દરમિયાન ગેસના સિલિન્ડરમાંથી ગેસ લિકેઝ થતા ધડાકા સાથે આગ લાગી હતી. જેમાં ચાઈનીઝ લારીના સંચાલક અને કામદાર દાઝી ગયા હતા. અજુબાજુમાંથી સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી દાઝી રહેલા બંને વ્યક્તિઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. સારવાર માટે ખાનગી વાહનમાં નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

વલસાડ શહેરના ડિસ્પેનસરી રોડ ઉપર આવેલી ટેસ્ટી ચાઈનીઝ લારી ના સંચાલક અશોક રતન પાલ તેના કામદારો સાથે મંગળવારે સાંજના વેપારની તૈયારી કરી રહ્યા હતા. જે દરમિયાન ગેસના એક સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થયો હતો. અને જોતજોતામાં અશોક પાલ અને તેના સાથે કામદાર પૂનનું પાલ આગની ઝપેટમાં આવી ગયા હતા. સાથે કામદારોએ બૂમાબૂમ કરતા અજુવાજુની લારી અને દુકાનદારો દોડી આવ્યા હતા સ્થાનિક લોકોએ દાજી રહેલા અશોક અને તેના માણસ ઉપર પાણીનો મારો ચલાવી વધુ દાઝતા બચાવ્યા હતા.

સ્થાનિક લોકોએ ઘટનાની જાણ વલસાડ ફાયર ફાઇટર અને 108ની ટીમને કરી હતી. સ્થાનિક લોકોએ અશોક પાલ અને તેના માણસને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. ઇજાગ્રસ્ત બંને માણસોની સારવાર ચાલી રહી છે. કોઈ મોટી જાનહાની થતા ટળી હતી.

અન્ય સમાચારો પણ છે...