તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:બે દિવસ પહેલા જ જયપુરના ફેશન શોમાં વિજેતા થયેલી મોડલે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી, ધરમપુરના ખારવેલની ઘટના

વલસાડ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વલસાડની શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી

વલસાડના ધરમપુર તાલુકાના ખારવેલ ગામે રહેતી અને મોડેલિંગ ક્ષેત્રે ઉજળો દેખાવ કરનારી 15 વર્ષની કિશોરીએ આજરોજ પોતાના ઘરમાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતુ. જેને લઇ યુવા વર્ગમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. ધમપુર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બની હતી.

ખારવેલ ગામે રહેતી 15 વર્ષિય ગહેના અમરભાઇ પટેલે આજરોજ પોતાના જ ઘરમાં દુપટ્ટા વડે ગળે ફાસો ખાઇ જીવન ટુંકાવ્યું હતુ. ગહેના હાલ ધોરણ 10માં અભ્યાસ કરી રહી હતી. તે મોડેલિંગ ક્ષેત્રમાં પાપા પગલી માંડી રહી હતી. તાજેતરમાં તીથલ બીચ નજીક યોજાયેલી એક મોડેલિંગ ઇવેન્ટમાં પણ તેણે ભાગ લીધો હતો. જેમાં તે રનર્સ અપ રહી હતી. તાજેતરમાં જયપુર ખાતે યોજાયેલા ફેશન શોમાં ગહેના પટેલ ફેશન શોની વિજેતા બની હતી.

જોકે, ત્યારબાદ ગહેનાએ અગમ્ય કારણો સર વહેલી સવારે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતુ. તેણે કયા સંજોગોમાં આ પગલું ભર્યું તેની સામે અનેક શંકા સેવાઇ રહી છે. આ મામલે ધરમપુર પોલીસે ઉંડી તપાસ કરે એ જરૂરી બન્યું છે. ગહેનાના મોતના પગલે શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

ગહેનાના પિતા અમરભાઈ. કન્ટ્રક્શન લાઈન સાથે જોડાયેલા છે. ગહેનાને વલસાડની પ્રતિષ્ઠિત CBSC બોર્ડની સ્કૂલમાં અભ્યાસ કરવા મૂકી હતી. ગહેનાએ મોડલિંગની દુનિયામાં પોતાનું કેરિયર બનાવવાનો મક્કમ નિર્ણય કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો