સુરતના રત્નકલાકારો અને પિતરાઈ ભાઈઓ બુલેટ ઉપર દમણ ફરવા આવ્યા હતા. દમણથી પરત ફરતા કોસ્ટલ હાઇવે ઉપર પાર નદીના બ્રિજ બાદ બમ્પર કુદાવતા બુલેટ સ્લીપ થતા બુલેટ ઉપર સવાર 3 પિતરાઈ ભાઈઓ પૈકી 2નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ સ્થાનિક લોકો અને વલસાડ રૂરલ પોલીસની ટીમને થતા પોલીસે સુરતના 2 યુવકોની લાશનો કબ્જો મેળવી લાશનું PM કરવી આગળની તજવીજ હાથ ધરી છે.
સુરતના કામરેજ નજીક આવેલા અંત્રોલીના રત્નકલાકાર અને પિતરાઈ ભાઈઓ ખુશાલસિંગ ભવાનીસિંગ ચારણ, અરવિંદસિંગ રાઠોડ અને ખુશવિરસિંગ ગઠવી ત્રિપલ સવારી બુલેટ ન.GJ-19-BF-4598 લઈને દમણ ફરવા આવ્યા હતા. દમણ ફરી પરત ફરી રહ્યા હતા જે દરમ્યાન દમણથી પરત ફરવા કોસ્ટલ હાઇવે થઈ સુરત ઘરે પરત ફરી રહ્યા હતા. જે દરમ્યાન પાર નદી બ્રિજ બાદ બમ્પર બુલેટ ચાલાકથી કન્ટ્રોલ ન થતા બુલેટ કુદાવી હતી. જેમાં બુલેટ ચાલક અરવિંદસિંગ રાઠોડ અને ખુશાલસિંગ ગઠવીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
અકસ્માતની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા સ્થાનિક લોકોએ ઘટનાની જાણ 108 અને વલસાડ રૂરલ પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી. ઘટનાની જાણ 108 અને વલસાડ રૂરલ પોલીસની ટીમને થતા રૂરલ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને યુવકોની લાશનો કબ્જો મેળવી લાશનું PM કરવી આગળની તજવીજ હાથ ધરી હતી. 108ની ટીમે ઇજાગ્રસ્ત ખુશાલસિંગ ચારણને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.