દોરીની આડમાં લઈ જવાતો દારૂ ઝડપાયો:ટેમ્પામાં વાપીથી સુરત લઈ જવાતા 1200 બોટલ દારૂના જથ્થા સાથે બે ઝડપાયા, ટેસ્ટ કરાતાં ટેમ્પો ચાલક કોરોના સંક્રમિત

વલસાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂરલ પોલીસે 2 ઇસમોને 72 હજારની કિંમતના 1200 બોટલ દારૂ સાથે ઝડપી પાડ્યા
  • પોલીસ લોક અપ સહિત સમગ્ર પોલીસ સ્ટેશનને સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરાઈ
  • ચાલકના સંપર્કમાં આવેલા વલસાડ રૂરલ પોલીસના જવાનોનો ટેસ્ટ કરાશે

વલસાડ રૂરલ પોલીસના જવાનોને વાપીથી એક આઇસર ટેમ્પો નં. GJ-19-X-7220માં દોરીના વેસ્ટની આડમાં દારૂનો જથ્થો ભરીને સુરત જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે અતુલ પાવર હાઉસ પાસે પોલીસે ટેમ્પો અટકાવી ચેક કરતાં ટેમ્પામાં સવાર 2 ઇસમોને 72 હજારની કિંમતના 1200 બોટલ દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. રૂરલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. વલસાડ રૂરલ પોલીસ મથકે બંને આરોપીની પ્રાથમિક પૂછપરછ કરીને દારૂનો જથ્થો ભરાવી આપનાર અને દારૂનો જથ્થો મંગાવનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી હતી.

વલસાડ રૂરલ પોલીસે 1200 બોટલ દારૂના જથ્થા સાથે રામુ સાહેબરાવ પાટીલ અને અવિનાશ રાજેન્દ્ર પાટીલની ધરપકડ બાદ આરોપીઓના કોરોના રેપીડ ટેસ્ટ કરાવાતાં ટેમ્પો ચાલક કોરોના સંક્રમિત જાહેર થયો હતો. જેથી આરોપીના સંપર્કમાં આવેલા વલસાડ રૂરલ પોલીસના જવાનોનો ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ પોલીસ લોક અપ સહિત સમગ્ર પોલીસ સ્ટેશનને સેનેટાઇઝ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...