ધરપકડ:વાસોણા ગામે ડીજેનો સામાન ચોરી કરનાર બે ની ધરપકડ

સેલવાસ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે આરોપીઓ પાસેથી 5,28,500રૂનો મુદ્દામાલ જપ્ત કર્યો

દાનહના વાસોણા ચાર રસ્તા નજીક ડીજેની દુકાનનું શટર તોડી અજાણ્યા ઈસમો ચોરી કરી ગયા હોવાની ફરિયાદ રખોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જેમાં મુદ્દામાલ સાથે બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.

નરેન્દ્ર અશોકભાઈ પટેલ રહેવાસી રખોલી પટેલપાડાની દુકાનમાં 16સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે વાસોણા ચાર રસ્તા નજીક એમની ડીજેના સામાનની દુકાનનુ શટર તોડી અજાણ્યા ઈસમ ચોરી કરી ગયા હતાં જેમાં વિવિધ પ્રકારના એમ્પ્લીફ યર,એલઇડી લાઈટ,ડીજે મિક્સર,લેપટોપ મળી અંદાજિત 6,24,500 રૂપિયા અને રોકડ 52હજાર મળી કુલ 6,67,500રૂપિયાનો સામાન ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આઇપીસી 457,380મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ નિલેશ કાટેકર અને એમની ટીમે તપાસમાં આરોપી જયેશ ત્રંબક નિકુલે ઉ.વ.22અને સ્વપ્નિલ ત્રંબક નિકુલે બન્ને રહેવાસી ગડચિચલે તા.દહાણુ જી.પાલઘર મહારાષ્ટ્ર જેઓની 18નવેમ્બરના રોજ ધરપકડ કરી તેઓ પાસેથી અંદાજિત 5,28,500રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સામાન બોરીપાડાના દુધની સ્થિત આરોપી જયેશ નિકુલેના સાસરામાં રાખવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...