રિમાન્ડ મંજૂર:વલસાડના નાનાપોંઢામાં પોષ ડોડાના જથ્થા સાથે ઝડપાયેલા બે આરોપીઓ 5 દિવસના રિમાન્ડ પર

વલસાડ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SOGની ટીમે નાનાપોઢા પોલીસ મથકે FIR નોંધાવી વાપી ટાઉન પોલીસને તપાસ સોંપી હતી
  • કપરાડા કોર્ટમાંથી આરોપીઓને વાપી ટાઉન પોલીસે રિમાન્ડ મેળવ્યા​​​​​​​

વલસાડ SOGની ટીમને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી એક કન્ટેનરમાંથી 2148 કિલો અફીણના પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. તે કેસમાં SOGની ટીમે 2 આરોપીઓની ધરપકડ કરી હતી. SOGની ટીમે નાનાપોઢા પોલીસ મથકે FIR નોંધી વાપી ટાઉન પોલીસને આગળની તપાસ સોંપી હતી. વાપી ટાઉન પોલીસે આરોપીઓના કોવિડ ટેસ્ટ કરાવ્યા બાર આરોપીઓની ધરપકડ કરી હતી. આજે વાપી ટાઉન પોલીસની ટીમે કપરાડા કોર્ટમા આરોપીઓને રજુકરીને આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આરોપીઓના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં નશીલા પદાર્થ ઘુસાડનારા માફિયાઓનો ખૂબ મોટો જથ્થો ઝડપી SOGની ટીમને વધુ એક મોટી સફળતા મળી છે. જેમાં મધ્યપ્રદેશથી ગુજરાત થઈને મોટી સંખ્યામાં નશાયુક્ત અફીણના પોષ ડોડાનો જથ્થો વલસાડ જિલ્લાના કપરાડા થઈ સંઘ પ્રદેશ સેલવાસ તરફ એક કન્ટેનર ન. MH-04-GF-8493માં લઈ જવાનો હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ SOGની ટીમને કપરાડા ખાતે બાતમીવાળા કન્ટેનરની વોચ ગોઠવી હતી. સંઘ પ્રદેશમાં વિપુલ પ્રમાણમાં નશાયુક્ત અફીણના સૂકા ડોડા ઠાલવવાના ધડયંત્રનો પર્દાફાશ કર્યો છે. SOGની ટીમને મળેલી બાતમીના આધારે વલસાડ SOGની ટીમને બતમીવાળા કન્ટેનરને અટકાવી ચેક કરતા કન્ટેનરમાં 100 મોટા થેલામાંથી અંદાજે 2148 કિલોથી વધુનો અફીણના સૂકા પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. 64.46 લાખથી વધુની કિંમતનો પોષ ડોડાનો જથ્થા સાથે વલસાડ SOGની ટીમને મળેલી બાતમીના આધારે ઝડપી પાડી નશાના કારોબારનો પર્દાફાશ કર્યો હતો. વલસાડ જિલ્લા પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે.

SOGની ટીમે કન્ટેનર ચાલક લક્ષ્મણ મોતીલાલ ચવાણ અને ક્લીનર રતનાલ નારાયણજી રેગર, ઉ. વ 31ની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. SOGની ટીમે નાનાપોઢા પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ વાપી ટાઉન પોલીસની ટીમને સોંપી હતી. વાપી ટાઉન પોલીસે બંને આરોપીઓના કોવિડ ટેસ્ટ કરવી ધરપજડ કરી હતી. આજે કપરાડા કોર્ટમાં બંને આરોપીઓને રજૂ કરીને 5 દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...