તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વોરિયર્સ:જીવન ઈનિંગમાં સદી ફટકારનાર વડીલોની નજરે ટવેન્ટી ટવેન્ટી

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મરકી અને પ્લેગ કરતાં પણ કોરોનાથી સૌથી વધુ ડર લાગ્યો હતો
કોરોેના મહામારીએ વિશ્વના દરેક દેશોને ભરડામાં લીધા છે. કોરોના વાઇરસ જેવા જીવલેણ રોગ અંગે દિવ્ય ભાસ્કરે ઉદવાડા રેંટલાવ ભગવતી કોલોનીમાં રહેતાં 107 વર્ષના રમણલાલ મશીશંકર પંડયા સાથે વાત-ચીત કરી હતી. જેમાં રમણલાલ પંડયાએ જણાવ્યુ હતું કે 80 વર્ષ પહેલા બિમારીઓ ખુબ ઓછી હતી.

દવાખાના હતા નહિ. ઘરે જ સારવાર લેવાની ફરજ પડતી હતી. પરંતુ એક સમયે મરકી નામનો રોગ આવ્યો હતો. જેનાથી લોકો ડર્યા હતાં. છેલ્લે પ્લેગ વિશે સાંભળ્યુ હતું, પરંતુ કોરોના વાઇરસ જેવો જીવલેણ રોગ વિશે સાંભળ્યુ જ ન હતું. જિંદગીમાં સૌથી વધારે ડર કોરોના વાઇરસમાં લાગ્યો છે. હવે ઝડપથી આ રોગની નાબુદી થાય તેવી પ્રાર્થના કરી રહ્યો છું.

જીંદગીમાં પ્રથમ વખત જોયું કે માણસો ઘરમાં પુરાઈને રહ્યા
વલસાડમાં હાલર વજીફદાર મહોલ્લામાં રહેતા અને આવાંબાઈ સ્કૂલના નિવૃત શિક્ષક મનુભાઈ પરાગજીભાઈ વજીફદારે કહ્યું કે, મારા એટલા વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત જોયું કે એક બીમારીથી માત્ર ભારત જ નહીં દુનિયા હચમચી ઉઠી હતી. લોકોએ સંક્રમણથી બચવા લોકો 97 દિવસથી વધારે સમય ઘરમાં પુરાઈ રહ્યા હતા.

વલસાડમાં પ્રથમ વખત કરફ્યુ 1974માં જોયો હતો. કરફ્યુમાં થોડી ઘણી છૂટછાટ સાથે લોકો ઘરની બહાર અવર જવર કરતા હતા. પરંતુ લોકડાઉન પ્રથમ વખત જોયું છે. મેં પ્રથમ વખત એવું જોયું કે દુનિયામાં તમામ માણસો ઘરમાં પુરાઈ રહ્યા હતા. પ્રથમ વખતે એવું પણ જોયું કે કોઈ ગરીબ ભૂખ્યો તો નથીને તેની લોકોએ ચિંતા કરીને 2 ટાઇમનું ભોજન સંસ્થાઓ દ્વારા ભુખ્યાને શોધીને પહોચાડ્યું હોય.

મહામારીની અસર શુભ અને અશુભ પ્રસંગમાં પણ વર્તાઈ
મારા જીવન દરમ્યાન આ વર્ષ 2020માં પ્રથમ વખત જોવા મળેલી આ કોરોના મહામારીની અસર ધાર્મિક, શુભ-અશુભ પ્રસંગ, વિવિધ પર્વમાં થતી નિહાળી છે. બંધ મંદિરોને લઇ ભગવાનના દર્શન નહીં કરી શક્યા હતા. બંધ શાળાઓથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય પર પણ સ્પષ્ટ અસર થઈ છે.

લગ્ન પ્રસંગે મર્યાદિત મહેમાનો ઉપસ્થિત રહી શકતા હોવાથી નજીકના દિવસોમાં યોજાનારા મારી પૌત્રીના લગ્ન પ્રસંગમાં પણ મર્યાદિત સગાસબંધીઓને આમંત્રણ આપવાની સ્થિતિ ઉભી થઇ છે. મહામારીથી બચાવ માટે જાહેર થયેલા લોકડાઉનમાં ઘરની બહાર વિના કારણે નહીં નીકળવું એ પણ જીવનનો પ્રથમ અનુભવ થયો છે. આ કોરોના મહામારી જલ્દી દુર થાય અને લોકોનું આવનારો સમય સુખદ નીવડે એવી પ્રાર્થના કરું છું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો