તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દર્દીઓની હાલત કફોડી:જિલ્લામાં કોવિડ દર્દીઓ માટેના ફેબિફલ્યુ ટોસિલિઝુમેબ ઇન્જેક્શન ન મળતા મુશ્કેલીમાં

વલસાડ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દર્દીના સ્વજનો મેડિકલ વિવધ સ્ટોર્સમાં રઝળપાટ છતા કોઇ મેળ પડતો નથી

જિલ્લામાં રેમડેસિવિર ઇન્જેકશનોની ઘટ વચ્ચે હવે કોવિડ ઇન્ફેકશનના દર્દીઓની સારવાર માટે વપરાતા અન્ય અન્ટીવાયરસ ઇન્જેક્શનો ડોકટરો જે લખી આપે છે તે પણ બજારમાં મળતા ન હોવાની ફરિયાદો ઉઠી છે.જેના કારણે દર્દીના સગાસ્વજનો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે.

કોરોનાની બીજી લહેરમાં દર્દીઓની સંખ્યા પ્રતિદિન વધી રહી છે.સંક્રમિત દર્દીઓને ખાનગી અને સિવિસ હોસ્પિટલમાં પહોંચાડવા 108 એમ્બ્યુલન્સોની સતત અવરજવર ચાલી રહી છે.જિલ્લાની ખાનગી હોસ્પિટલો અને સરકારી કોવિડ હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ નથી તેની સાથે રેમડેસિવિર ઇન્જેક્શન પણ મળતા નથી.જેના કારણે દર્દીઓની હાલત કફોડી થઇ રહી છે.

આટલું ઓછું હોય તેમ તબીબો કોરોનાના ગંભીર દર્દીઓની જિંદગી બચાવવા અ્ન્ય ઇન્જેક્શનો પણ પ્રિસ્ક્રાઇબ કરી રહ્યા છે પરંતુ તે ઇન્જેકશનો પણ ખુલ્લા બજારમાં કોઇ જગ્યાએ મળતાં નથી.હાલમા દેશભરમાં કોવિડના દર્દીઓને સારવાર માટે જરૂરી ઇન્જેકશનોની ભારે અછતના સામનો કરવો પડી રહ્યો છે.જેના કારણે દર્દીના સ્વજનો મેડિકલ સ્ટોર્સમાં રઝળપાટ કરી રહ્યા છતાં કોઇ મેળ પડતો નથી.આ અંગે સરકારી વિભાગે તાત્કાલિક ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રાલય સમક્ષ રજૂઆતો કરી કોવિડના સારવાર લઇ રહેલા દર્દીઓને જીવનજરૂરી દવાઓ ઇન્જેકશનો જિલ્લા સ્તરે પહોંચાડવાની માગ થઇ રહી છે.

જિલ્લામા આ ઇન્જેક્શનની અછત
કોવિડ ઇન્ફેક્શનના દર્દીઓ માટે એન્ટીવાયરલ ઇન્જેકશનોમાં ફેબીફલ્યુ પાવડર ફોર્મમાં આવતા ઇન્જેકશનો પણ ઉપયોગી છે.ઉપરાંત ટોસિલિઝુમેબ અને ઇટોલિઝુમેબ જેવા ઇન્જેક્શનો પણ માર્કેટમાં હવે મળતા નથી.કંપનીઓમાંથી જ આ ઇન્જેકશનો આવતા બંધ થઇ ગયા છે.જેના કારણે આવા ઇન્જેકશનોની અછત પણ સામે આવી રહી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર ડીમાન્ડ આવે છે પણ મળતા નથી.

ઇન્જે.નો સરકારી વ્યવસ્થાથી મોકલાય છે
મેડિકલ સ્ટોર્સના સૂત્રોના જણાવ્યા અનુસાર કોરાના સંક્રમણની ગંભીર પરિસ્થિતિમાં ઓપન માર્કેટમાં પણ અગાઉ જે ઇન્જેક્શનો મળતા હતા તે હવે મળતાં નથી. રેમડેસિવિર ઇન્જેક્શન સરકારે નિયંત્રણમાં લેતા હવે કોવિડના દર્દીઓને જે ઉપલબ્ધ ઇન્જેકશનો છે તે સિવિલ થ્રુ પહોંચાડવાની વ્યવસ્થા ઉભી કરી છે.

રેમડેસિવિરની સામે વિકલ્પ
એન્ટી વાયરસ રેમડેસિવિર ઇન્જેકશન કોવિડના ગંભીર ક્રિટિકલ દર્દીઓ માટે જ ઉપયોગમાં લેવાની સલાહ અપાઇ રહી છે.તેમ છતાં તેની ભારે માગ સામે જો ટોસિલિઝુમેબ, ઇટોલિઝુમેબ જેવા ઇન્જેક્શનો પણ ઉત્પાદન સાથે મળતા રહે તો સરકાર અને દર્દીઓને રાહત મળે તેમ છે.સરકારે આ બાબતે જોવું જોઇએ તેવું મેડિકલ સૂત્રો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો