તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રીપલ તલાક:ગુંદલાવમાં ત્રીજી દીકરી થતાં પરિણીતાને ટ્રીપલ તલાક

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતા દીકરીને લઇને પોલીસ સ્ટેશનમાં

ગુંદલાવમાં રહેતી એક મુસ્લિમ પરિણીતાએ ત્રીજી દીકરીને જન્મ આપતા તેના પતિએ ટ્રિપલ તલાક આપી દીધા હોવાની ઘટનાથી ચકચાર જાગી હતી.આ મહિલા 15 દિવસની દીકરીને લઇ તેના કુટુંબીજનો સાથે મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી.જો કે હજી આ અંગે મહિલાએ પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી ન હતી.સમાધાનના પ્રયાસો બંન્ને પક્ષે સંબંધીઓ હાથ ધરવામાં આવ્યા હતા. વલસાડ નજીક ગુંદલાવ ખાતે યુુપીનો એક મુસ્લિમ પરિવાર સ્થાયી થયો હતો.જેમાં મહિલાએ 15 દિવસ પહેલા એક દીકરીને જન્મ આપ્યો હતો.આ સાથે આ કુટુંબમાં ત્રીજી દીકરી આવતાં પતિ અને પત્ની વચ્ચે ખટરાગ ઉભો થયો હતો.

પતિએ પત્નીને ત્રીજી દીકરી આવતાં ઉશ્કેરાટમા આવી ટ્રિપલ તલાક કહી દેતાં ભારે ચકચાર જાગી હતી.જેને લઇ મહિલાના કુટુંબીજનો સાથે મહિલા વલસાડ મહિલા પોલીસ સ્ટેશને આવી પહોંચી હતી.મહિલાએ પોલીસ સમક્ષ તેની આપવિતી રજૂ કરી હતી.આ દરમિયાન તેનો પતિ અને પરિવારજનો પણ પોલીસ સ્ટેશને આવી પહોંંચ્યા હતા.જ્યાં મહિલા પોલીસે બંન્ને પક્ષની રજૂ કરાયેલી રાવ સાંભળી હતી.તેમ છતાં હજી મહિલા દ્વારા ટ્રિપલ તલાક મામલે પતિ વિરૂધ્ધ હજી ફરિયાદ નોંધાવી ન હતી.

જેને લઇ મહિલા પોલીસ કર્મચારીઓએ તેમની મૌખિક દાદ ફરિયાદ સાંભળી હતી.પતિ અને પત્ની વચ્ચે ત્રીજી દીકરીને લઇ ઉઠેલા કલહના પગલે ટ્રીપલ તલાક સુધી વાત પહોંચી જતાં હવે મહિલા શું કરવા માગે છે તે હજી સ્પષ્ટ થઇ શક્યું ન હતું.જેને લઇ પતિ વિરૂધ્ધ કોઇ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...