દાનહમાં ચાલી રહેલા સરકારી જમીન પરના ગેરકાયદે દબાણ હટાવવાના અભિયાનમાં બુધવારે આમલી ગામે ટ્રાન્સપૉર્ટ નગરની જમીન ઉપર થયેલા ગેરકાયદે દબાણનું ડિમોલિશન કરી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. દાનહ કલેકટરના દિશા નિર્દેશ અનુસાર સેલવાસના આમલી ગામે ટ્રાન્સપોર્ટ નગરની જમીનને ભૂમી અધિગ્રહણ કાર્યાલય એવોર્ડ નંબર એસઆરવી/એલએક્યુ/ટી નગર 15/04 તા.02/07/2007પ્રમાણે ટ્રાન્સપોર્ટ નગર નિર્માણ કરવા માટે સર્વે નંબર 53/1, 53/2પી1, 55/1પી, 56/3, 57/1પી, 57/2, 57/3પી, 57/4, 57/5, 85/5, 85/6, 86/2/1અને 86/2/2કુલ ક્ષેત્રફળ 33650 ચોરસ મીટર ભૂમી અધિગ્રહણ કરવામાં આવી હતી.
આ જમીન અધિગ્રહણના માટે પ્રશાસન દ્વારા સબંધિત વ્યક્તિઓને નોટિસના માધ્યમથી 6વખત સૂચિત કરવામાં આવ્યાં હતાં.પરંતુ તેઓએ આ જગ્યા પરથી કબજો હટાવ્યો ન હતો. જેથી સેલવાસ મામલતદારની ટીમે બુધવારે સ્થળ પર પહોચી ગેરકાયદે બાંધકામને દૂર કરાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.