તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિબિલનો વિરોધ:વલસાડમાં કૃષિબિલના વિરોધમાં આજે ભારત બંધને ટ્રાન્સપોર્ટ એસોસિએશનો ટેકો

વલસાડ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્વૈચ્છિક રીતે બંધ પાળ‌વા જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ અનુરોધ કરાયો

દિલ્હીમાં રસ્તા પર ઉતરેલા પંજાબ અને હરિયાણાના કિસાનોના 8 ડિસેમ્બરના રોજ ભારત બંધના એલાનને વલસાડ ટ્રાન્સપોર્ટ એસોસિએશને સમર્થન જાહેર કર્યું છે.આ સાથે વલસાડ જિલ્લા કોંગ્રેસે પણ લેખિતમાં સમર્થન આપી લોકોને સ્વૈચ્છિક બંધ રાખવા અનુરોધ કર્યો છે.

વલસાડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનને ખેડૂતોના આંદોલનને સાથ આપવા ટેકો જાહેર કર્યો છે. તેઓ પણ પંજાબના જ ખેડૂતો હોવાથી કિસાન આંદોલનને તેઓ સમર્થન આપે છે તેવું જણાવ્યું હતું.આ ઉપરાંત વલસાડના પ્રદેશ કોંગ્રેસ કોર કમિટિના મેમ્બર અને એઆઇસીસી મેમ્બર નેતા ગૌરવ પંડયા દ્વારા જાહેર અનુરોધમાં જણાવ્યા મુજબ કિસાનોના વિરૂધ્ધ કેન્દ્રમાં ભાજપની મોદી સરકારે કૃષિબિલ હેઠળ 3 કાયદા પસાર કર્યા છે. જેના વિરોધમાં દિલ્હીની સરહદો ઉપર ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે.

આ કાયદો ખેંચવાની માગ છતાં સરકારે સંવેદના દાખવી નથી જે દુ:ખદ છે.8 ડિસેમ્બર મંગળવારે કિસાન સંગઠનોના ભારત બંધના એલાનને કોંગ્રેસ સહિત વિરોધપક્ષોએ ટેકો જાહેર કર્યો છે.

ખેડૂતોને શા માટે સર્મથન નહિ આપવું
ખેડૂતોના આંદોલનના બંધના એલાનને ટ્રાન્સપોર્ટ એસો.નો ટેકો છે.શા માટે ખેડૂતોને સમર્થન નહિ આપવો,અમો પોતે પણ પંજાબના ખેડૂતો છે.જ્યાંથી અનાજ અહિં સુધી આવે છે.જેના પણ અમારું માર્ચથી લોકડાઉનથી ગુજરાન ચાલે છે.ટ્રાન્સપોર્ટ,ટેમ્પો,ટ્રકનો ધંધો ઠપ્પ થઇ ગયો છે.માર્ચથી સૌ ઘરે બેઠા છે એટલે કિસાનોના આંદોલનને અમારો ટેકો છે. > રવિન્દરસિંઘ ધિલ્લોન , પ્રમુખ, ટ્રાન્સપોર્ટ એસો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો