ટ્રાન્સજેન્ડરની અપીલ:વલસાડની ટ્રાન્સજેન્ડર યુવતીએ લોકશાહીના મહા પર્વમાં લોભ લાલચમાં આવ્યા વગર મતદાન કરવા અપીલ કરી

વલસાડ15 દિવસ પહેલા

રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાની સાથે ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિના અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. વલસાડ જિલ્લામાં રહેતી એક ટ્રાન્સજેન્ડર મહિલાએ સોશ્યલ મીડિયાના માધ્યમથી પોતે મતદાર જાગૃતિ માટેનો એક વિડીયો શેર કરીને લોકશાહીના મહા પર્વ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મોટી સંખ્યામાં નિર્ભયતા પૂર્વક મતદાન કરવા લોકોને અપીલ કરી હતી. જિલ્લા ચૂંટણી વિભાગે સોશ્યલ મીડિયાના માધ્યમથી વલસાડની મારીયા પંજવાનીનો વિડીયો શેર કરીને મતદારોને નિર્ભયતા પૂર્વક મતદાન કરવા અપીલ કરી છે.

રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા ચૂંટણી વિભાગ દ્વારા રાજ્યમાં વિવિધ સ્પર્ધાઓ યોજી અને પ્રભુત નાગરિકો પાસે લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા જાગૃતિ શરૂ કરવામાં આવી હતી. જે અંતરગત વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં મતદારોને EVM અને VVપેટ ઉપર મતદારોને મતદાન કરવા જાગૃત કરવામાં આવી રહ્યા છે. સાથે ચૂંટણી વિભાગ દ્વારા શહેરના અગ્રણીઓ અને જાગૃત નાગરિકો મતદાર જાગૃતિ અભિયાનમાં જોડવામાં આવ્યા છે. જેમાં વલસાડની એક ટ્રાન્સજેન્ડર યુવતીને મતદાર જાગૃતિ અભિયાનમાં જોડી હતી. વલસાડની ટ્રાન્સજેન્ડર મારીયા પંજવાનીએ મતદારોને જાગૃતિ કરવા એક વિડીયો સોશ્યલ મીડીયમાં શેર કરીને વલસાડ જિલ્લા સહિત રાજ્યના તમામ મતદારોને લોભ- લાલચ કે કોઈ પણ વ્યક્તિના દબાણમાં આવ્યા વિના નિર્ભય બની નિષ્પક્ષ રીતે લોકશાહીના મહા પર્વમાં જોડાવવા અને મોટી સંખ્યામાં મતદાન કરવા અહવાહન કર્યું હતું. જિલ્લા ચૂંટણી વિભાગે મારીયા પંજવાનીનો વિડીયો સોશ્યલ મીડિયામાં શેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...