વૃક્ષની તસ્કરી:વલસાડમાં વન વિભાગના બીટ ગાર્ડ હડતાળ પર ઉતરતા ફોરેસ્ટની જગ્યામાંથી તસ્કરો ખેરના 10 ઝાડ કાપી ગયા

વલસાડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રેડ પે સહિતની વિવિધ પડતર માગણીઓને લઈ બીટ ગાર્ડ હડતાળ પર ઉતર્યા છે

વલસાડમાં વન વિભાગના બીટ ગાર્ડ હડતાળ ઉપર ઉતરતાની સાથે જ વલસાડ તાલુકાના સેગવા ખાતે આવેલા રિઝવ ફોરેસ્ટ વિસ્તારમાંથી પુષ્પા રાજ ફિલ્મી ઢબે ફોરેસ્ટની જગ્યામાંથી આશરે 8 થી 10 જેટલા ખેર ના ઝાડ કાપીને લઇ ગયેલી ઘટના બનતા ફોરેસ્ટ વિભાગ ઊંઘતું ઝડપાયું છે. ત્યારે આ ખેરના ઝાડ ચોરને શોધવાની વાત તો છોડો ફોરેસ્ટ વિભાગે આ ચોરીની ઘટનામાં નોંધ સુધા કરી નથી. ત્યારે આ ઘટના અંગે દિવ્ય ભાસ્કરની ટીમનો એક જાગૃત નાગરિકે સંપર્ક કરી જાણ કરતા સમગ્ર મામલા પરથી પડદો ઉઠ્યો છે.

વલસાડના સેગવા ગામે આવેલા અતુલ ફળિયાની સામે વલસાડ ફોરેસ્ટ વિભાગની વિશાળ જગ્યા છે. અને આ જગ્યામા ખેરના અસંખ્ય ખેરના ઝાડ આવેલા છે. હાલે બજાર ભાવમાં ખેરના લાકડાની કિંમત વધુ છે. ત્યારે કેટલાક ચોર ઈસમોએ પુષ્પા રાજ ફિલ્મની જેમ ખેર ના ઝાડ કાપીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. અને સાથેજ આ ઘટના અંગે સેગવા ગામના માજી સરપંચ સુલેમાનભાઈ શેખ એ વલસાડ ફોરેસ્ટ વિભાગના અધિકારીને આ બાબતે મોખિક જાણ પણ કરવામાં આવી હોવા છતાં ફોરેસ્ટ વિભાગ દ્વારા કોઈક કાર્યવાહી કરવામાં નહિ આવતા અનેક શંકાઓ પણ ઉઠાવ પામી છે. અત્રે ઉલ્લેખનીય છેકે આ ઘટના અગાઉ પણ કેટલાક શકમેંદો ને પકડી પોલીસને સોંપ્યા હતા. ત્યાર બાદ ફરી આ ઘટના બનતા ફોરેસ્ટ વિભાગની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

વલસાડ સહિત રાજ્યના વન વિભાગના બીટ ગાર્ડ પડતર માંગણીઓને લઈને આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે. ધણા સમયથી વર્ષોથી પડતર માંગણીઓ લઈને વારંવાર રજુઆત કરતા હતા. સરકારે કોઈ કાર્યવાહી ન કરતા આજથી વન વિભાગના બીટ ગાર્ડ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...