ટ્રાફિક જામ:દમણના વાહનોને પાતલિયા ચેકપોસ્ટે દારૂની તપાસ માટે રોકતા ટ્રાફિક જામ

વાપી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાપીનો બ્રિજ બંધ હોવાથી તમામ વાહનો પાતલિયા ચેકપોસ્ટથી જઇ રહ્યા છે

વાપી રેલવે ઓવરબ્રિજને નવો બનાવવા માટે હાલમાં જૂનો બ્રિજ તોડવાની કામગીરી શરૂ કરાય છે જેને લઇને દમણથી મોટા ભાગનો ટ્રાફિક વાયા પાતલિયા થઇને હાઇવે ઉપર જઇ રહ્યો છે. જોકે, પાતલિયા ચેકપોસ્ટ ઉપર ગુજરાત પોલીસ દારૂ માટે વાહન ચેકિંગમાં લાંબા સમય કાઢતી હોવાથી વાહનોની લાંબી કતાર લાગતા દરરોજ ટ્રાફિક જામના દ્દશ્યો સર્જાય રહ્યા છે.

પારડી, ધરમપુર અને કપરાડા તાલુકામાંથી રોજ હજારો કામદારો અને નોકરિયાત વર્ગ સંઘપ્રદેશ દમણમાં ખાનગી વાહન અને કંપનીની બસમાં અવરજવર કરે છે. અગાઉ દમણથી નેશનલ હાઇવે માટે આવવા માટે વાપી રેલવે ઓવરબ્રિજનો ઉપયોગ કરાતો હતો. જોકે, આ બ્રિજ બંધ થતા દમણના પાતલિયા ચેકપોસ્ટ ઉપર વાહન ચાલકોની હાલત દયનીય બની છે.

ખાસ કરીને પિક અવર્સમાં સવારે 7થી 10 અને સાંજે 5થી 9 વાગ્યા સુધીમાં પાતલિયા ચેક પોસ્ટ ઉપર વાહનોની લાંબી કતારમાં ચાલકોએ કલાકો સુધી ઊભું રહેવું પડે છે. ચેકપોસ્ટ ઉપર દમજ્ઞથી આવતા દરેક વાહનને દારૂ માટે ચેકિંગ કરાતા અને તેમાં વધુ સમય વેડફાતા આ સ્થિતિ ઉદભવી છે.

અકસ્માતનું જોખમ સાથે અટવાતા કામદારો
પાતલિયા ચેકપોસ્ટ ઉપર દારૂની તપાસ માટે પોલીસ અને તંત્રએ અન્ય કોઇ વિકલ્પ શોધવો જોઇએ જેથી કરીને દમણમાં નોકરીએ આવતા નોકરિયાતને હાલાકી ન ભોગવવી પડે. ટ્રાફિક જામને લઇને અકસ્માતની શકયતા પણ વધી જતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...