તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ઉદવાડા રેલવે સ્ટેશન નજીક ROB બનાવવા સામે વેપારી એસો.નો વિરોધ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેકટરને આવેદન આપી સબ વેનું નિર્માણ કરવા માગણી

ઉદવાડા ઓરવાડ ટ્રેડ એસોસિએશનના સભ્યોએ ઉદવાડા રેલવે સ્ટેશન પાસે ઓવરબ્રિજ બાંધવા મામલે રોજીરોટીનો પ્રશ્ન ઉઠાવી વલસાડ કલેકટર સમક્ષ રજૂઆતો કરી છે.જેમાં જણાવ્યા મુજબ ઉદવાડા આરએસ નજીક ઓવરબ્રિજના બાંધકામ માટેનું આયોજન કરાયું છે,પરંતુ આ વિસ્તારમાં રહેતા સ્થાનિકોને રોજીરોટી કમાવવા માટેનો મુખ્ય સ્ત્રોત છે.જો અહિં ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવે તો લોકોની રોજીરોટી છીનવાઇ જશે અને જમીનો પણ ગુમાવશે.

આ બ્રિજ બનાવવાથી વેપારી આલમને પણ મોટું નુકસાન ભોગવવાનો વારો આવે તેમ છે.જેના પગલે ઉદવાડા ઓરવાડ ટ્રેડ એસોસિએશનના સભ્યો ગુરૂવારે કલેકટરને લેખિત આવેદન આપી આ મામલે ફેરવિચારણા કરી ઓવરબ્રિજ બનાવવાના બદલે અન્ડર ગ્રાઉન્ડ સબવેનું નિર્માણ કરવા માગણી કરી છે.વાહનો અને લોકોની અવરજવર માટે સબ વે બનાવવું ઓવરબ્રિજ કરતા વધુ લાભકારક નિવડશે તેવું જણાવ્યું છે.

હાલમાં બે ઓવરબ્રિજનું કામ ચાલૂ જ છે
ઉદવાડામાં રેલવે સ્ટેશન પાસે ઓવરબ્રિજ સામે નારાજગી દર્શાવનાર વેપારીઓએ જણાવ્યું કે,હાલમાં ઉદવાડાથી 2 કિમી દૂરના અંતરે વાપી તરફ જતાં બગવાડામાં ઓવરબ્રિજનું કામ આગળ ધપી રહ્યું છે.આ ઉપરાંત પણ ઉદવાડાથી માત્ર 1 કિમી દૂર મોતીવાડામાં પણ ઓવરબ્રિજ બની રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...