વલસાડમાં લંપી રોગનો પગ પેસારો:આજે જિલ્લામાં એક સાથે ત્રણ કેસ મળી આવ્યા, ચેપી પશુઓને કોરેન્ટાઇન કરવા તંત્રની સૂચના

વલસાડ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશુ પાલકોને ઇતરડી અથવાતો મચ્છરથી ફેલાતો રોગ અંગે જાગૃત કરવામાં આવ્યા

ગુજરાત રાજ્યમાં પશુમાં દેખાતો લંપી સ્ક્રીન ડિઝીસ રોગના લક્ષણો જોવા મળી રહ્યા છે. જેને લઈને વલસાડ વલસાડ જિલ્લાના પશુ ચિકિત્સક દ્વારા તાલુકાના પશુ ચિકિત્સકની સાથે બેઠક કરીને તાલુકામાં આવતા પશુ પાલકોને લંપી રોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. જેને લઈને વલસાડના તિથલ રોડ ઉપર અગ્નિવીર ગૌ રક્ષક દ્વારા સંચાલિત રખડતા પશુઓના ગૌ ધામ ખાતે આજ રોજ 3 જેટલા પશુધન લંપી રોગના લક્ષણ ધરાવતા પશુઓ મળી આવતા જિલ્લાના પશુ ચિકિત્સકની ટીમ દોડતી થઈ છે.

રોગના લક્ષણ ધરાવતા 3 પશુઓ મળી આવ્યા
ગુજરાત રાજ્યમાં રાજકોટ અને કચ્છમાં પશુઓમાં લંપી નામના રોગથી પશુઓ પીડાઈ રહ્યા છે. ઇતરડી અને મચ્છરથી પશુઓને થતો રોગ છે. લંપીથી પીડાતા પશુઓને ઇતરડી કે મચ્છર કરડી સ્વસ્થ પશુઓને કરડવાથી આ રોગ ફેલાય છે. રાજકોટ અને કચ્છમાં લંપી રોગનો ફેલાવો થતા રાજ્યમાં તમામ જિલ્લાઓમાં અને તમામ તાલુકાઓમાં લંપીના રોગ અંગે પશુપાલકોમાં જાગૃતિ લાવવા અંગે સૂચના આપવામાં આવી છે. વલસાડના તિથલ રોડ ઉપર આવેલ અગ્નિવીર ગૌ રક્ષક દ્વારા સંચાલિત ગૌ ધામ ખાતે લંપી રોગના લક્ષણ ધરાવતા 3 પશુઓ મળી આવ્યા હતાં.

ચેપી પશુઓને કોરેન્ટાઇન કરવા સૂચના
વલસાડ જિલ્લા પશુ ચિકિત્સક વિભાગને જાણ કરતા તાત્કાલિક પશુ ચિકિત્સકની ટીમ દ્વારા તાત્કાલિક ગૌ ધામ ખાતે પહોંચી લમ્પિના લક્ષણો ધરાવતા પશુઓને અલગ કોરેન્ટાઇન કરીને બાકી રહેલા પશુઓને રસિકરણ કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં લમ્પિના શંકાસ્પદ લક્ષણો ધરાવતા પ્રથમ કેસ મળી આવતા જિલ્લાનું પશુ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જિલ્લાના પશુ પાલકોને સામાન્ય લક્ષણ ધરાવતા પશુઓને તંદુરસ્ત પશુઓથી દૂર રાખવા જાગૃત કરવામાં અવયવ છે. જિલ્લામાં 1962 હેલ્પલાઇનની ગાડીના તબીબોને ચિકિત્સક વિભાગ હરકતમાં આવ્યું છે. લંપીના ચિહ્નો જોવા મળે તો તાત્કાલિક વલસાડ જિલ્લા પશુ ચિકિત્સકને જાણ કરવા અને યોગ્ય સારવાર કરવા તેમજ ચેપી પશુઓને અન્ય પશુઓથી કોરેન્ટાઇન કરવા માટે સૂચના આપી છે.

ગત વર્ષે લંપી રોગના લક્ષણો જોવા મળ્યા હતા
વલસાડ જિલ્લામાં ગત વર્ષે લંપી રોગના લક્ષણો જિલ્લામાં જોવા મળ્યા હતા. જિલ્લામાં તમામ પશુ પાલકોને લંપી રોગ વિશે ગત વર્ષથી જાગૃત કરવામાં એવો રહ્યા છે. લંપી રોગ ધરાવતા પશુઓને કોરેન્ટાઇન કરવા અને યોગ્ય સારવાર આપવા પશુ પાલકોને જાગૃત પણ કરવામાં આવ્યા હતા. હાલ વલસાડ જિલ્લામાં 3 શંકાસ્પદ લક્ષણ ધવતા કેસ જોવા મળ્યા છે. તેમ વલસાડ જિલ્લા પશુ ચિકિત્સાક P J દેસાઈએ જણાવ્યું હતું.

લંપીના લક્ષણો
લંપી રોગ ગાય અને ભેંસને થતો રોગ છે. લંપી રોગમાં પશુઓને શરીરે ગાંઠો થઈ જાય છે. પશુઓનો ખોરાક ઘટી જાય છે. દૂધ આપતા પશુઓમાં દૂધ આપવાનું પ્રમાણ ઘટી જાય છે. અને પશુઓને તાવ શરદી જેવા લક્ષણો જોવા મળે છે. આવા પશુઓને અન્ય તંદુરસ્ત પશુઓથી દૂર કરીને નજીકના પશુ ચિકિત્સકનો સંપર્ક કરી નિદાન કરાવવું જોઈએ અને યોગ્ય સરકાર આપવાથી પશુઓનો મૃત્યુ દર ઘટાડી શકાય છે.

રખડતા પશુઓને સારવાર આપી
વલસાડ શહેર અને જિલ્લામાં રખડતા પશુઓનું પ્રમાણ વધારે જોવા મળે છે. રખડતા પશુઓને પણ સારવાર આપવા જતી 1962ની ટીમને પણ લંપી રોગના લક્ષણો મળી આવે તો તાત્કાલિક જિલ્લા પશુ ચિકિત્સકની ટીમની મદદ લેવા તથા તેમને જાણ કરવા અંગે સૂચનાઓ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...